કહાનજૈનશાસ્ત્રમાળા ]
यथा खलु कुशलः कश्चिद्वनहस्ती स्वस्य बन्धाय उपसर्प्पन्तीं चटुलमुखीं मनोरमाममनोरमां वा करेणुकुट्टनीं तत्त्वतः कुत्सितशीलां विज्ञाय तया सह रागसंसर्गौ प्रतिषेधयति, तथा किलात्माऽरागो ज्ञानी स्वस्य बन्धाय उपसर्प्पन्तीं मनोरमाममनोरमां वा सर्वामपि कर्मप्रकृतिं
ગાથાર્થઃ — [ यथा नाम ] જેમ [ कोऽपि पुरुषः ] કોઈ પુરુષ [ कुत्सितशीलं ] કુત્સિત શીલવાળા અર્થાત્ ખરાબ સ્વભાવવાળા [ जनं ] પુરુષને [ विज्ञाय ] જાણીને [ तेन समकं ] તેની સાથે [ संसर्गं च रागकरणं ] સંસર્ગ અને રાગ કરવો [ वर्जयति ] છોડી દે છે, [ एवम् एव च ] તેવી જ રીતે [ स्वभावरताः ] સ્વભાવમાં રત પુરુષો [ कर्मप्रकृतिशीलस्वभावं ] કર્મપ્રકૃતિના શીલ- સ્વભાવને [ कुत्सितं ] કુત્સિત અર્થાત્ ખરાબ [ ज्ञात्वा ] જાણીને [ तत्संसर्गं ] તેની સાથે સંસર્ગ [ वर्जयन्ति ] છોડી દે છે [ परिहरन्ति च ] અને રાગ છોડી દે છે.
ટીકાઃ — જેમ કોઈ કુશળ વન-હસ્તી પોતાના બંધને માટે સમીપ આવતી સુંદર મુખવાળી મનોરમ કે અમનોરમ હાથણીરૂપી કૂટણીને પરમાર્થે બૂરી જાણીને તેની સાથે રાગ તથા સંસર્ગ કરતો નથી, તેવી રીતે આત્મા અરાગી જ્ઞાની થયો થકો પોતાના બંધને માટે સમીપ આવતી (ઉદયમાં આવતી) મનોરમ કે અમનોરમ (શુભ કે અશુભ) — બધીયે કર્મપ્રકૃતિને