૨૪૨
तत्त्वतः कुत्सितशीलां विज्ञाय तया सह रागसंसर्गौ प्रतिषेधयति ।
यः खलु रक्तोऽवश्यमेव कर्म बध्नीयात् विरक्त एव मुच्येतेत्ययमागमः स सामान्येन
रक्तत्वनिमित्तत्वाच्छुभमशुभमुभयं कर्माविशेषेण बन्धहेतुं साधयति, तदुभयमपि कर्म प्रतिषेधयति च ।
પરમાર્થે બૂરી જાણીને તેની સાથે રાગ તથા સંસર્ગ કરતો નથી.
ભાવાર્થઃ — હાથીને પકડવા હાથણી રાખવામાં આવે છે; હાથી કામાંધ થયો થકો તે હાથણીરૂપી કૂટણી સાથે રાગ તથા સંસર્ગ કરે છે તેથી પકડાઈ જઈને પરાધીન થઈને દુઃખ ભોગવે છે, અને જો ચતુર હાથી હોય તો તેની સાથે રાગ તથા સંસર્ગ કરતો નથી; તેવી રીતે અજ્ઞાની જીવ કર્મપ્રકૃતિને સારી સમજીને તેની સાથે રાગ તથા સંસર્ગ કરે છે તેથી બંધમાં પડી પરાધીન થઈને સંસારનાં દુઃખ ભોગવે છે, અને જો જ્ઞાની હોય તો તેની સાથે રાગ તથા સંસર્ગ કદી કરતો નથી.
હવે, બન્ને કર્મો બંધનાં કારણ છે અને નિષેધવાયોગ્ય છે એમ આગમથી સિદ્ધ કરે છેઃ —
ગાથાર્થઃ — [ रक्तः जीवः ] રાગી જીવ [ कर्म ] કર્મ [ बध्नाति ] બાંધે છે અને [ विरागसम्प्राप्तः ] વૈરાગ્યને પામેલો જીવ [ मुच्यते ] કર્મથી છૂટે છે — [ एषः ] આ [ जिनोपदेशः ] જિનભગવાનનો ઉપદેશ છે; [ तस्मात् ] માટે (હે ભવ્ય જીવ!) તું [ कर्मसु ] કર્મોમાં [ मा रज्यस्व ] પ્રીતિ – રાગ ન કર.
ટીકાઃ — ‘‘રક્ત અર્થાત્ રાગી અવશ્ય કર્મ બાંધે અને વિરક્ત અર્થાત્ વિરાગી જ કર્મથી છૂટે’’ એવું જે આ આગમવચન છે તે, સામાન્યપણે રાગીપણાના નિમિત્તપણાને લીધે શુભ અને અશુભ બન્ને કર્મને અવિશેષપણે બંધનાં કારણ તરીકે સિદ્ધ કરે છે અને