(मन्दाक्रान्ता)
भेदोन्मादं भ्रमरसभरान्नाटयत्पीतमोहं
मूलोन्मूलं सकलमपि तत्कर्म कृत्वा बलेन ।
हेलोन्मीलत्परमकलया सार्धमारब्धकेलि
ज्ञानज्योतिः कवलिततमः प्रोज्जजृम्भे भरेण ।।११२।।
કેટલાક લોકો પરમાર્થભૂત જ્ઞાનસ્વરૂપ આત્માને તો જાણતા નથી અને વ્યવહાર દર્શન-
જ્ઞાનચારિત્રરૂપ ક્રિયાકાંડના આડંબરને મોક્ષનું કારણ જાણી તેમાં તત્પર રહે છે — તેનો પક્ષપાત
કરે છે. આવા કર્મનયના પક્ષપાતી લોકો — જેઓ જ્ઞાનને તો જાણતા નથી અને કર્મનયમાં જ
ખેદખિન્ન છે તેઓ — સંસારમાં ડૂબે છે.
વળી કેટલાક લોકો આત્મસ્વરૂપને યથાર્થ જાણતા નથી અને સર્વથા એકાંતવાદી
મિથ્યાદ્રષ્ટિઓના ઉપદેશથી અથવા પોતાની મેળે જ અંતરંગમાં જ્ઞાનનું સ્વરૂપ ખોટી રીતે કલ્પી
તેમાં પક્ષપાત કરે છે. પોતાની પરિણતિમાં જરાય ફેર પડ્યા વિના તેઓ પોતાને સર્વથા અબંધ
માને છે અને વ્યવહાર દર્શનજ્ઞાનચારિત્રના ક્રિયાકાંડને નિરર્થક જાણી છોડી દે છે. આવા
જ્ઞાનનયના પક્ષપાતી લોકો જેઓ સ્વરૂપનો કાંઈ પુરુષાર્થ કરતા નથી અને શુભ પરિણામોને
છોડી સ્વચ્છંદી થઈ વિષય-કષાયમાં વર્તે છે તેઓ પણ સંસારસમુદ્રમાં ડૂબે છે.
મોક્ષમાર્ગી જીવો જ્ઞાનરૂપે પરિણમતા થકા શુભાશુભ કર્મને હેય જાણે છે અને શુદ્ધ
પરિણતિને જ ઉપાદેય જાણે છે. તેઓ માત્ર અશુભ કર્મને જ નહિ પરંતુ શુભ કર્મને પણ
છોડી, સ્વરૂપમાં સ્થિર થવાને નિરંતર ઉદ્યમવંત છે — સંપૂર્ણ સ્વરૂપસ્થિરતા થતાં સુધી તેનો
પુરુષાર્થ કર્યા જ કરે છે. જ્યાં સુધી, પુરુષાર્થની અધૂરાશને લીધે, શુભાશુભ પરિણામોથી છૂટી
સ્વરૂપમાં સંપૂર્ણપણે ટકી શકાતું નથી ત્યાં સુધી — જોકે સ્વરૂપસ્થિરતાનું અંર્ત-આલંબન
(અંતઃસાધન) તો શુદ્ધ પરિણતિ પોતે જ છે તોપણ — અંર્ત-આલંબન લેનારને જેઓ બાહ્ય
આલંબનરૂપ કહેવાય છે એવા (શુદ્ધ સ્વરૂપના વિચાર આદિ) શુભ પરિણામોમાં તે જીવો
હેયબુદ્ધિએ પ્રવર્તે છે, પરંતુ શુભ કર્મોને નિરર્થક ગણી છોડી દઈને સ્વચ્છંદપણે અશુભ કર્મોમાં
પ્રવર્તવાની બુદ્ધિ તેમને કદી હોતી નથી. આવા જીવો — જેઓ એકાંત અભિપ્રાય રહિત છે
તેઓ — કર્મનો નાશ કરી, સંસારથી નિવૃત્ત થાય છે. ૧૧૧.
હવે પુણ્ય-પાપ અધિકારને પૂર્ણ કરતાં આચાર્યદેવ જ્ઞાનનો મહિમા કરે છેઃ —
શ્લોકાર્થઃ — [ पीतमोहं ] જેણે મોહરૂપી મદિરા પીધી હોવાથી [ भ्रम-रस-भरात् भेदोन्मादं
नाटयत् ] જે ભ્રમના રસના ભારથી (અતિશયપણાથી) શુભાશુભ કર્મના ભેદરૂપી ઉન્માદને
(ગાંડપણાને) નચાવે છે [ तत् सकलम् अपि कर्म ] એવા સમસ્ત કર્મને [ बलेन ] પોતાના બળ
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પુણ્ય-પાપ અધિકાર
૨૫૯