Samaysar (Gujarati). Kalash: 111.

< Previous Page   Next Page >


Page 258 of 642
PDF/HTML Page 289 of 673

 

background image
(शार्दूलविक्रीडित)
मग्नाः कर्मनयावलम्बनपरा ज्ञानं न जानन्ति यन्-
मग्ना ज्ञाननयैषिणोऽपि यदतिस्वच्छन्दमन्दोद्यमाः
विश्वस्योपरि ते तरन्ति सततं ज्ञानं भवन्तः स्वयं
ये कुर्वन्ति न कर्म जातु न वशं यान्ति प्रमादस्य च
।।१११।।
કાંઈ પણ ક્ષતિ અર્થાત્ વિરોધ નથી. [ किन्तु ] પરંતુ [ अत्र अपि ] અહીં એટલું વિશેષ જાણવું
કે આત્મામાં [ अवशतः यत् कर्म समुल्लसति ] અવશપણે (જબરદસ્તીથી) જે કર્મ પ્રગટ થાય
છે અર્થાત્ ઉદય થાય છે [ तत् बन्धाय ] તે તો બંધનું કારણ થાય છે, અને [ मोक्षाय ] મોક્ષનું
કારણ તો, [ एकम् एव परमं ज्ञानं स्थितम् ] જે એક પરમ જ્ઞાન છે તે એક જ થાય છે
[ स्वतः विमुक्तं ] કે જે જ્ઞાન સ્વતઃ વિમુક્ત છે (અર્થાત્ ત્રણે કાળે પરદ્રવ્ય-ભાવોથી ભિન્ન છે).
ભાવાર્થઃજ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર થતું નથી ત્યાં સુધી સમ્યગ્દ્રષ્ટિને બે ધારા
રહે છેશુભાશુભ કર્મધારા અને જ્ઞાનધારા. તે બન્ને સાથે રહેવામાં કાંઈ પણ વિરોધ નથી.
(જેમ મિથ્યાજ્ઞાનને અને સમ્યગ્જ્ઞાનને પરસ્પર વિરોધ છે તેમ કર્મસામાન્યને અને જ્ઞાનને વિરોધ
નથી.) તે સ્થિતિમાં કર્મ પોતાનું કાર્ય કરે છે અને જ્ઞાન પોતાનું કાર્ય કરે છે. જેટલા અંશે શુભાશુભ
કર્મધારા છે તેટલા અંશે કર્મબંધ થાય છે અને જેટલા અંશે જ્ઞાનધારા છે તેટલા અંશે કર્મનો
નાશ થતો જાય છે. વિષય-કષાયના વિકલ્પો કે વ્રતનિયમના વિકલ્પો
શુદ્ધ સ્વરૂપનો વિચાર
સુદ્ધાંકર્મબંધનું કારણ છે; શુદ્ધ પરિણતિરૂપ જ્ઞાનધારા જ મોક્ષનું કારણ છે. ૧૧૦.
હવે કર્મ અને જ્ઞાનનો નયવિભાગ બતાવે છેઃ
શ્લોકાર્થઃ[ कर्मनयावलम्बनपराः मग्नाः ] કર્મનયના આલંબનમાં તત્પર (અર્થાત્
કર્મનયના પક્ષપાતી) પુરુષો ડૂબેલા છે [ यत् ] કારણ કે [ ज्ञानं न जानन्ति ] તેઓ જ્ઞાનને જાણતા
નથી. [ ज्ञाननय-एषिणः अपि मग्नाः ] જ્ઞાનનયના ઇચ્છક (અર્થાત્ પક્ષપાતી) પુરુષો પણ ડૂબેલા
છે [ यत् ] કારણ કે [ अतिस्वच्छन्दमन्द-उद्यमाः ] તેઓ સ્વચ્છંદથી અતિ મંદ-ઉદ્યમી છે
(સ્વરૂપપ્રાપ્તિનો પુરુષાર્થ કરતા નથી, પ્રમાદી છે અને વિષયકષાયમાં વર્તે છે). [ ते विश्वस्य
उपरि तरन्ति ] તે જીવો વિશ્વના ઉપર તરે છે કે [ ये स्वयं सततं ज्ञानं भवन्तः कर्म न कुर्वन्ति ]
જેઓ પોતે નિરંતર જ્ઞાનરૂપ થતાપરિણમતા થકા કર્મ કરતા નથી [ च ] અને [ जातु प्रमादस्य
वशं न यान्ति ] ક્યારેય પ્રમાદને વશ પણ થતા નથી (સ્વરૂપમાં ઉદ્યમી રહે છે).
ભાવાર્થઃઅહીં સર્વથા એકાંત અભિપ્રાયનો નિષેધ કર્યો છે કારણ કે સર્વથા એકાંત
અભિપ્રાય જ મિથ્યાત્વ છે.
૨૫૮
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-