Samaysar (Gujarati). Gatha: 171.

< Previous Page   Next Page >


Page 270 of 642
PDF/HTML Page 301 of 673

 

૨૭૦

સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
जम्हा दु जहण्णादो णाणगुणादो पुणो वि परिणमदि
अण्णत्तं णाणगुणो तेण दु सो बंधगो भणिदो ।।१७१।।
यस्मात्तु जघन्यात् ज्ञानगुणात् पुनरपि परिणमते
अन्यत्वं ज्ञानगुणः तेन तु स बन्धको भणितः ।।१७१।।

ज्ञानगुणस्य हि यावज्जघन्यो भावः तावत् तस्यान्तर्मुहूर्तविपरिणामित्वात् पुनः पुनरन्य- तयास्ति परिणामः स तु, यथाख्यातचारित्रावस्थाया अधस्तादवश्यम्भाविरागसद्भावात्, बन्धहेतुरेव स्यात्

एवं सति कथं ज्ञानी निरास्रव इति चेत्

જે જ્ઞાનગુણની જઘન્યતામાં વર્તતો ગુણ જ્ઞાનનો,
ફરીફરી પ્રણમતો અન્યરૂપમાં, તેથી તે બંધક કહ્યો. ૧૭૧.

ગાથાર્થઃ[ यस्मात् तु ] કારણ કે [ ज्ञानगुणः ] જ્ઞાનગુણ, [ जघन्यात् ज्ञानगुणात् ] જઘન્ય જ્ઞાનગુણને લીધે [ पुनरपि ] ફરીને પણ [ अन्यत्वं ] અન્યપણે [ परिणमते ] પરિણમે છે, [ तेन तु ] તેથી [ सः ] તે (જ્ઞાનગુણ) [ बन्धकः ] કર્મનો બંધક [ भणितः ] કહેવામાં આવ્યો છે.

ટીકાઃજ્ઞાનગુણનો જ્યાં સુધી જઘન્ય ભાવ છે (ક્ષાયોપશમિક ભાવ છે) ત્યાં સુધી તે (જ્ઞાનગુણ) અંતર્મુહૂર્તમાં વિપરિણામ પામતો હોવાથી ફરીફરીને તેનું અન્યપણે પરિણમન થાય છે. તે (જ્ઞાનગુણનું જઘન્ય ભાવે પરિણમન), યથાખ્યાતચારિત્ર-અવસ્થાની નીચે અવશ્યંભાવી રાગનો સદ્ભાવ હોવાથી, બંધનું કારણ જ છે.

ભાવાર્થઃક્ષાયોપશમિક જ્ઞાન એક જ્ઞેય પર અંતર્મુહૂર્ત જ થંભે છે, પછી અવશ્ય અન્ય જ્ઞેયને અવલંબે છે; સ્વરૂપમાં પણ તે અંતર્મુહૂર્ત જ ટકી શકે છે, પછી વિપરિણામ પામે છે. માટે એમ અનુમાન પણ થઈ શકે છે કે સમ્યગ્દ્રષ્ટિ આત્મા સવિકલ્પ દશામાં હો કે નિર્વિકલ્પ અનુભવદશામાં હોયથાખ્યાતચારિત્ર-અવસ્થા થયા પહેલાં તેને અવશ્ય રાગભાવનો સદ્ભાવ હોય છે; અને રાગ હોવાથી બંધ પણ થાય છે. માટે જ્ઞાનગુણના જઘન્ય ભાવને બંધનો હેતુ કહેવામાં આવ્યો છે.

હવે વળી ફરી પૂછે છે કેજો આમ છે (અર્થાત્ જ્ઞાનગુણનો જઘન્ય ભાવ બંધનું કારણ છે) તો પછી જ્ઞાની નિરાસ્રવ કઈ રીતે છે? તેના ઉત્તરની ગાથા કહે છેઃ