Samaysar (Gujarati). Gatha: 170.

< Previous Page   Next Page >


Page 269 of 642
PDF/HTML Page 300 of 673

 

background image
कथं ज्ञानी निरास्रव इति चेत्
चउविह अणेयभेयं बंधंते णाणदंसणगुणेहिं
समए समए जम्हा तेण अबंधो त्ति णाणी दु ।।१७०।।
चतुर्विधा अनेकभेदं बध्नन्ति ज्ञानदर्शनगुणाभ्याम्
समये समये यस्मात् तेनाबन्ध इति ज्ञानी तु ।।१७०।।
ज्ञानी हि तावदास्रवभावभावनाभिप्रायाभावान्निरास्रव एव यत्तु तस्यापि द्रव्यप्रत्ययाः
प्रतिसमयमनेक प्रकारं पुद्गलकर्म बध्नन्ति, तत्र ज्ञानगुणपरिणाम एव हेतुः
कथं ज्ञानगुणपरिणामो बन्धहेतुरिति चेत्
ભાવાર્થઃરાગદ્વેષમોહસ્વરૂપ ભાવાસ્રવનો જ્ઞાનીને અભાવ થયો છે અને દ્રવ્યાસ્રવથી
તો તે સદાય સ્વયમેવ ભિન્ન જ છે કારણ કે દ્રવ્યાસ્રવ પુદ્ગલપરિણામસ્વરૂપ છે અને જ્ઞાની
ચૈતન્યસ્વરૂપ છે. આ રીતે જ્ઞાનીને ભાવાસ્રવ તેમ જ દ્રવ્યાસ્રવનો અભાવ હોવાથી તે નિરાસ્રવ
જ છે. ૧૧૫.
હવે પૂછે છે કે જ્ઞાની નિરાસ્રવ કઈ રીતે છે? તેના ઉત્તરની ગાથા કહે
છેઃ
ચઉવિધ પ્રત્યય સમયસમયે જ્ઞાનદર્શનગુણથી
બહુભેદ બાંધે કર્મ, તેથી જ્ઞાની તો બંધક નથી. ૧૭૦.
ગાથાર્થઃ[ यस्मात् ] કારણ કે [ चतुर्विधाः ] ચાર પ્રકારના દ્રવ્યાસ્રવો [ ज्ञानदर्शन-
गुणाभ्याम् ] જ્ઞાનદર્શનગુણો વડે [ समये समये ] સમયે સમયે [ अनेकभेदं ] અનેક પ્રકારનું કર્મ
[ बध्नन्ति ] બાંધે છે [ तेन ] તેથી [ ज्ञानी तु ] જ્ઞાની તો [ अबन्धः इति ] અબંધ છે.
ટીકાઃપ્રથમ, જ્ઞાની તો આસ્રવભાવની ભાવનાના અભિપ્રાયના અભાવને લીધે
નિરાસ્રવ જ છે; પરંતુ જે તેને પણ દ્રવ્યપ્રત્યયો સમય સમય પ્રતિ અનેક પ્રકારનું પુદ્ગલકર્મ
બાંધે છે, ત્યાં જ્ઞાનગુણનું પરિણમન જ કારણ છે.
હવે વળી પૂછે છે કે જ્ઞાનગુણનું પરિણમન બંધનું કારણ કઈ રીતે છે? તેના ઉત્તરની
ગાથા કહે છેઃ
કહાનજૈનશાસ્ત્રમાળા ]
આસ્રવ અધિકાર
૨૬૯