Samaysar (Gujarati). Kalash: 115.

< Previous Page   Next Page >


Page 268 of 642
PDF/HTML Page 299 of 673

 

૨૬૮

સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

ये खलु पूर्वमज्ञानेन बद्धा मिथ्यात्वाविरतिकषाययोगा द्रव्यास्रवभूताः प्रत्ययाः, ते ज्ञानिनो द्रव्यान्तरभूता अचेतनपुद्गलपरिणामत्वात् पृथ्वीपिण्डसमानाः ते तु सर्वेऽपि- स्वभावत एव कार्माणशरीरेणैव सम्बद्धाः, न तु जीवेन अतः स्वभावसिद्ध एव द्रव्यास्रवाभावो ज्ञानिनः

(उपजाति)
भावास्रवाभावमयं प्रपन्नो
द्रव्यास्रवेभ्यः स्वत एव भिन्नः
ज्ञानी सदा ज्ञानमयैकभावो
निरास्रवो ज्ञायक एक एव
।।११५।।

સમસ્ત [ प्रत्ययाः ] પ્રત્યયો [ पृथ्वीपिण्डसमानाः ] માટીનાં ઢેફાં સમાન છે [ तु ] અને [ ते ] તે [ कर्मशरीरेण ] (માત્ર) કાર્મણ શરીર સાથે [ बद्धाः ] બંધાયેલ છે.

ટીકાઃજે પૂર્વે અજ્ઞાન વડે બંધાયેલા મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગરૂપ દ્રવ્યાસ્રવભૂત પ્રત્યયો છે, તે અન્યદ્રવ્યસ્વરૂપ પ્રત્યયો અચેતન પુદ્ગલપરિણામવાળા હોવાથી જ્ઞાનીને માટીનાં ઢેફાં સમાન છે (જેવા માટી વગેરે પુદ્ગલસ્કંધો છે તેવા જ એ પ્રત્યયો છે); તે તો બધાય, સ્વભાવથી જ માત્ર કાર્મણ શરીર સાથે બંધાયેલા છેસંબંધવાળા છે, જીવ સાથે નહિ; માટે જ્ઞાનીને દ્રવ્યાસ્રવનો અભાવ સ્વભાવથી જ સિદ્ધ છે.

ભાવાર્થઃજ્ઞાનીને જે પૂર્વે અજ્ઞાનદશામાં બંધાયેલા મિથ્યાત્વાદિ દ્રવ્યાસ્રવભૂત પ્રત્યયો છે તે તો માટીનાં ઢેફાંની માફક પુદ્ગલમય છે તેથી તેઓ સ્વભાવથી જ અમૂર્તિક ચૈતન્યસ્વરૂપ જીવથી ભિન્ન છે. તેમનો બંધ અથવા સંબંધ પુદ્ગલમય કાર્મણ શરીર સાથે જ છે, ચિન્મય જીવ સાથે નથી. માટે જ્ઞાનીને દ્રવ્યાસ્રવનો અભાવ તો સ્વભાવથી જ છે. (વળી જ્ઞાનીને ભાવાસ્રવનો અભાવ હોવાથી, દ્રવ્ય આસ્રવો નવાં કર્મના આસ્રવણનું કારણ થતા નથી તેથી તે દ્રષ્ટિએ પણ જ્ઞાનીને દ્રવ્ય આસ્રવનો અભાવ છે.)

હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ

શ્લોકાર્થઃ[ भावास्रव-अभावम् प्रपन्नः ] ભાવાસ્રવોના અભાવને પામેલો અને [ द्रव्यास्रवेभ्यः स्वतः एव भिन्नः ] દ્રવ્યાસ્રવોથી તો સ્વભાવથી જ ભિન્ન એવો [ अयं ज्ञानी ] જ્ઞાની[ सदा ज्ञानमय-एक-भावः ] કે જે સદા એક જ્ઞાનમય ભાવવાળો છે તે[ निरास्रवः ] નિરાસ્રવ જ છે, [ एकः ज्ञायकः एव ] માત્ર એક જ્ઞાયક જ છે.