Samaysar (Gujarati). Kalash: 116.

< Previous Page   Next Page >


Page 272 of 642
PDF/HTML Page 303 of 673

 

background image
(शार्दूलविक्रीडित)
संन्यस्यन्निजबुद्धिपूर्वमनिशं रागं समग्रं स्वयं
वारंवारमबुद्धिपूर्वमपि तं जेतुं स्वशक्तिं स्पृशन्
उच्छिन्दन्परवृत्तिमेव सकलां ज्ञानस्य पूर्णो भव-
न्नात्मा नित्यनिरास्रवो भवति हि ज्ञानी यदा स्यात्तदा
।।११६।।
ભાવે દેખી, જાણી અને આચરી શકતો નથીજઘન્ય ભાવે દેખી, જાણી અને આચરી શકે
છે; તેથી એમ જણાય છે કે તે જ્ઞાનીને હજુ અબુદ્ધિપૂર્વક કર્મકલંકનો વિપાક (અર્થાત્ ચારિત્ર-
મોહસંબંધી રાગદ્વેષ) વિદ્યમાન છે અને તેથી તેને બંધ પણ થાય છે. માટે તેને એમ ઉપદેશ
છે કે
જ્યાં સુધી કેવળજ્ઞાન ન ઊપજે ત્યાં સુધી જ્ઞાનનું જ નિરંતર ધ્યાન કરવું, જ્ઞાનને જ
દેખવું, જ્ઞાનને જ જાણવું અને જ્ઞાનને જ આચરવું. આ જ માર્ગે દર્શન-જ્ઞાન-ચારિત્રનું પરિણમન
વધતું જાય છે અને એમ કરતાં કરતાં કેવળજ્ઞાન પ્રગટે છે. કેવળજ્ઞાન પ્રગટે ત્યારથી આત્મા
સાક્ષાત્
જ્ઞાની છે અને સર્વ પ્રકારે નિરાસ્રવ છે.
જ્યાં સુધી ક્ષાયોપશમિક જ્ઞાન છે ત્યાં સુધી અબુદ્ધિપૂર્વક (અર્થાત્ ચારિત્રમોહનો) રાગ
હોવા છતાં, બુદ્ધિપૂર્વક રાગના અભાવની અપેક્ષાએ જ્ઞાનીને નિરાસ્રવપણું કહ્યું અને અબુદ્ધિપૂર્વક
રાગનો અભાવ થતાં અને કેવળજ્ઞાન પ્રગટતાં સર્વથા નિરાસ્રવપણું કહ્યું. આ, વિવક્ષાનું વિચિત્રપણું
છે. અપેક્ષાથી સમજતાં એ સર્વ કથન યથાર્થ છે.
હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય છેઃ
શ્લોકાર્થઃ[ आत्मा यदा ज्ञानी स्यात् तदा ] આત્મા જ્યારે જ્ઞાની થાય ત્યારે, [ स्वयं ]
પોતે [ निजबुद्धिपूर्वम् समग्रं रागं ] પોતાના સમસ્ત બુદ્ધિપૂર્વક રાગને [ अनिशं ] નિરંતર [ संन्यस्यन् ]
છોડતો થકો અર્થાત્ નહિ કરતો થકો, [ अबुद्धिपूर्वम् ] વળી જે અબુદ્ધિપૂર્વક રાગ છે [ तं अपि ]
તેને પણ [ जेतुं ] જીતવાને [ वारंवारम् ] વારંવાર [ स्वशक्तिं स्पृशन् ] (જ્ઞાનાનુભવનરૂપ) સ્વશક્તિને
સ્પર્શતો થકો અને (એ રીતે) [ सकलां परवृत्तिम् एव उच्छिन्दन् ] સમસ્ત પરવૃત્તિનેપરપરિણતિને
ઉખેડતો [ ज्ञानस्य पूर्णः भवन् ] જ્ઞાનના પૂર્ણભાવરૂપ થતો થકો, [ हि ] ખરેખર [ नित्यनिरास्रवः
भवति ] સદા નિરાસ્રવ છે.
ભાવાર્થઃજ્ઞાનીએ સમસ્ત રાગને હેય જાણ્યો છે. તે રાગને મટાડવાને ઉદ્યમ કર્યા
કરે છે; તેને આસ્રવભાવની ભાવનાનો અભિપ્રાય નથી; તેથી તે સદા નિરાસ્રવ જ કહેવાય છે.
પરવૃત્તિ (પરપરિણતિ) બે પ્રકારની છેઅશ્રદ્ધારૂપ અને અસ્થિરતારૂપ. જ્ઞાનીએ
અશ્રદ્ધારૂપ પરવૃત્તિ છોડી છે અને અસ્થિરતારૂપ પરવૃત્તિ જીતવા માટે તે નિજ શક્તિને વારંવાર
૨૭૨
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-