Samaysar (Gujarati). Kalash: 117 Gatha: 173.

< Previous Page   Next Page >


Page 273 of 642
PDF/HTML Page 304 of 673

 

background image
(अनुष्टुभ्)
सर्वस्यामेव जीवन्त्यां द्रव्यप्रत्ययसन्ततौ
कुतो निरास्रवो ज्ञानी नित्यमेवेति चेन्मतिः ।।११७।।
सव्वे पुव्वणिबद्धा दु पच्चया अत्थि सम्मदिट्ठिस्स
उवओगप्पाओगं बंधंते कम्मभावेण ।।१७३।।
સ્પર્શે છે અર્થાત્ પરિણતિને સ્વરૂપ પ્રતિ વારંવાર વાળ્યા કરે છે. એ રીતે સકળ પરવૃત્તિને
ઉખેડીને કેવળજ્ઞાન પ્રગટાવે છે.
‘બુદ્ધિપૂર્વક’ અને ‘અબુદ્ધિપૂર્વક’નો અર્થ આ પ્રમાણે છેઃજે રાગાદિપરિણામ ઇચ્છા
સહિત થાય તે બુદ્ધિપૂર્વક છે અને જે રાગાદિપરિણામ ઇચ્છા વિના પરનિમિત્તની બળજોરીથી
થાય તે અબુદ્ધિપૂર્વક છે. જ્ઞાનીને જે રાગાદિપરિણામ થાય છે તે બધાય અબુદ્ધિપૂર્વક જ છે;
સવિકલ્પ દશામાં થતા રાગાદિપરિણામો જ્ઞાનીની જાણમાં છે તોપણ અબુદ્ધિપૂર્વક છે કારણ
કે ઇચ્છા વિના થાય છે.
(રાજમલ્લજીએ આ કળશની ટીકા કરતાં ‘બુદ્ધિપૂર્વક’ અને ‘અબુદ્ધિપૂર્વક’નો આ પ્રમાણે
અર્થ લીધો છેઃજે રાગાદિપરિણામ મન દ્વારા, બાહ્ય વિષયોને અવલંબીને, પ્રવર્તે છે અને
જેઓ પ્રવર્તતા થકા જીવને પોતાને જણાય છે તેમ જ બીજાને પણ અનુમાનથી જણાય છે
તે પરિણામો બુદ્ધિપૂર્વક છે; અને જે રાગાદિપરિણામ ઇંદ્રિયમનના વ્યાપાર સિવાય કેવળ
મોહના ઉદયના નિમિત્તે થાય છે અને જીવને જણાતા નથી તે અબુદ્ધિપૂર્વક છે. આ અબુદ્ધિપૂર્વક
પરિણામને પ્રત્યક્ષ જ્ઞાની જાણે છે અને તેમના અવિનાભાવી ચિહ્ન વડે તેઓ અનુમાનથી પણ
જણાય છે.) ૧૧૬.
હવે શિષ્યની આશંકાનો શ્લોક કહે છેઃ
શ્લોકાર્થઃ[ सर्वस्याम् एव द्रव्यप्रत्ययसंततौ जीवन्त्यां ] જ્ઞાનીને સમસ્ત દ્રવ્યાસ્રવની
સંતતિ વિદ્યમાન હોવા છતાં [ ज्ञानी ] જ્ઞાની [ नित्यम् एव ] સદાય [ निरास्रवः ] નિરાસ્રવ છે
[ कुतः ] એમ શા કારણે કહ્યું?’[ इति चेत् मतिः ] એમ જો તારી બુદ્ધિ છે (અર્થાત્ જો
તને એવી આશંકા થાય છે) તો હવે તેનો ઉત્તર કહેવામાં આવે છે. ૧૧૭.
હવે, પૂર્વોક્ત આશંકાના ઉત્તરની ગાથા કહે છેઃ
જે સર્વ પૂર્વનિબદ્ધ પ્રત્યય વર્તતા સુદ્રષ્ટિને,
ઉપયોગને પ્રાયોગ્ય બંધન કર્મભાવ વડે કરે. ૧૭૩.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
આસ્રવ અધિકાર
૨૭૩
35