કહાનજૈનશાસ્ત્રમાળા ]
यतः सदवस्थायां तदात्वपरिणीतबालस्त्रीवत् पूर्वमनुपभोग्यत्वेऽपि विपाकावस्थायां प्राप्त-
यौवनपूर्वपरिणीतस्त्रीवत् उपभोग्यत्वात् उपयोगप्रायोग्यं पुद्गलकर्मद्रव्यप्रत्ययाः सन्तोऽपि कर्मोदय- कार्यजीवभावसद्भावादेव बध्नन्ति । ततो ज्ञानिनो यदि द्रव्यप्रत्ययाः पूर्वबद्धाः सन्ति, सन्तु; तथापि स तु निरास्रव एव, कर्मोदयकार्यस्य रागद्वेषमोहरूपस्यास्रवभावस्याभावे द्रव्यप्रत्ययानामबन्ध- हेतुत्वात् । [ उपभोग्यानि ] ઉપભોગ્ય [ भवन्ति ] થાય છે [ तथा ] તે રીતે, [ ज्ञानावरणादिभावैः ] જ્ઞાનાવરણાદિ
ભાવે [ सप्ताष्टविधानि भूतानि ] સાત-આઠ પ્રકારનાં થયેલાં એવાં કર્મોને [ बध्नाति ] બાંધે છે. [ सन्ति तु ] સત્તા-અવસ્થામાં તેઓ [ निरुपभोग्यानि ] નિરુપભોગ્ય છે અર્થાત્ ભોગવવાયોગ્ય નથી — [ यथा ] જેમ [ इह ] જગતમાં [ बाला स्त्री ] બાળ સ્ત્રી [ पुरुषस्य ] પુરુષને નિરુપભોગ્ય છે તેમ; [ तानि ] તેઓ [ उपभोग्यानि ] ઉપભોગ્ય અર્થાત્ ભોગવવાયોગ્ય થતાં [ बध्नाति ] બંધન કરે છે — [ यथा ] જેમ [ तरुणी स्त्री ] તરુણ સ્ત્રી [ नरस्य ] પુરુષને બાંધે છે તેમ. [ एतेन तु कारणेन ] આ કારણથી [ सम्यग्दृष्टिः ] સમ્યગ્દ્રષ્ટિને [ अबन्धकः ] અબંધક [ भणितः ] કહ્યો છે, કારણ કે [ आस्रवभावाभावे ] આસ્રવભાવના અભાવમાં [ प्रत्ययाः ] પ્રત્યયોને [ बन्धकाः ] (કર્મના) બંધક [ न भणिताः ] કહ્યા નથી.
ટીકાઃ — જેમ પ્રથમ તો તત્કાળની પરણેલી બાળ સ્ત્રી અનુપભોગ્ય છે પરંતુ યૌવનને પામેલી એવી તે પહેલાંની પરણેલી સ્ત્રી યૌવન-અવસ્થામાં ઉપભોગ્ય થાય છે અને જે રીતે ઉપભોગ્ય થાય તે અનુસારે, પુરુષના રાગભાવને લીધે જ, પુરુષને બંધન કરે છે — વશ કરે છે, તેવી રીતે જેઓ પ્રથમ તો સત્તા-અવસ્થામાં અનુપભોગ્ય છે પરંતુ વિપાક-અવસ્થામાં ઉપભોગયોગ્ય થાય છે એવા પુદ્ગલકર્મરૂપ દ્રવ્યપ્રત્યયો હોવા છતાં તેઓ ઉપયોગના પ્રયોગ અનુસારે (અર્થાત્ દ્રવ્યપ્રત્યયના ઉપભોગમાં ઉપયોગ જોડાય તેના પ્રમાણમાં), કર્મોદયના કાર્યરૂપ જીવભાવના સદ્ભાવને લીધે જ, બંધન કરે છે. માટે જ્ઞાનીને જો પૂર્વબદ્ધ દ્રવ્યપ્રત્યયો વિદ્યમાન છે, તો ભલે હો; તથાપિ તે (જ્ઞાની) તો નિરાસ્રવ જ છે, કારણ કે કર્મોદયનું કાર્ય જે રાગદ્વેષમોહરૂપ આસ્રવભાવ તેના અભાવમાં દ્રવ્યપ્રત્યયો બંધનાં કારણ નથી. (જેમ પુરુષને રાગભાવ હોય તો જ જુવાની પામેલી સ્ત્રી તેને વશ કરી શકે છે તેમ જીવને આસ્રવભાવ હોય તો જ ઉદયપ્રાપ્ત દ્રવ્યપ્રત્યયો નવો બંધ કરી શકે છે.)
ભાવાર્થઃ — દ્રવ્યાસ્રવોના ઉદયને અને જીવના રાગદ્વેષમોહભાવોને નિમિત્ત-નૈમિત્તિક- ભાવ છે. દ્રવ્યાસ્રવોના ઉદય વિના જીવને આસ્રવભાવ થઈ શકે નહિ અને તેથી બંધ પણ થઈ શકે નહિ. દ્રવ્યાસ્રવોનો ઉદય થતાં જીવ જે પ્રકારે તેમાં જોડાય અર્થાત્ જે પ્રકારે તેને ભાવાસ્રવ થાય તે પ્રકારે દ્રવ્યાસ્રવો નવીન બંધનાં કારણ થાય છે. જીવ ભાવાસ્રવ ન કરે તો તેને નવો બંધ થતો નથી.