૨૭૬
समयमनुसरन्तो यद्यपि द्रव्यरूपाः ।
दवतरति न जातु ज्ञानिनः कर्मबन्धः ।।११८।।
સમ્યગ્દ્રષ્ટિને મિથ્યાત્વનો અને અનંતાનુબંધી કષાયનો ઉદય નહિ હોવાથી તેને તે પ્રકારના ભાવાસ્રવો તો થતા જ નથી અને મિથ્યાત્વ તેમ જ અનંતાનુબંધી કષાય સંબંધી બંધ પણ થતો નથી. (ક્ષાયિક સમ્યગ્દ્રષ્ટિને સત્તામાંથી મિથ્યાત્વનો ક્ષય થતી વખતે જ અનંતાનુબંધી કષાયનો તથા તે સંબંધી અવિરતિ અને યોગભાવનો પણ ક્ષય થઈ ગયો હોય છે તેથી તેને તે પ્રકારનો બંધ થતો નથી; ઔપશમિક સમ્યગ્દ્રષ્ટિને મિથ્યાત્વ તેમ જ અનંતાનુબંધી કષાયો માત્ર ઉપશમમાં – સત્તામાં – જ હોવાથી સત્તામાં રહેલું દ્રવ્ય ઉદયમાં આવ્યા વિના તે પ્રકારના બંધનું કારણ થતું નથી; અને ક્ષાયોપશમિક સમ્યગ્દ્રષ્ટિને પણ સમ્યક્ત્વમોહનીય સિવાયની છ પ્રકૃતિઓ વિપાક-ઉદયમાં આવતી નથી તેથી તે પ્રકારનો બંધ થતો નથી.)
અવિરતસમ્યગ્દ્રષ્ટિ વગેરેને જે ચારિત્રમોહનો ઉદય વર્તે છે તેમાં જે પ્રકારે જીવ જોડાય છે તે પ્રકારે તેને નવો બંધ થાય છે; તેથી ગુણસ્થાનોના વર્ણનમાં અવિરતસમ્યગ્દ્રષ્ટિ આદિ ગુણસ્થાનોએ અમુક અમુક પ્રકૃતિનો બંધ કહ્યો છે. પરંતુ આ બંધ અલ્પ હોવાથી તેને સામાન્ય સંસારની અપેક્ષાએ બંધમાં ગણવામાં આવતો નથી. સમ્યગ્દ્રષ્ટિ ચારિત્રમોહના ઉદયમાં સ્વામિત્વભાવે તો જોડાતો જ નથી, માત્ર અસ્થિરતારૂપે જોડાય છે; અને અસ્થિરતારૂપ જોડાણ તે નિશ્ચયદ્રષ્ટિમાં જોડાણ જ નથી. માટે સમ્યગ્દ્રષ્ટિને રાગદ્વેષમોહનો અભાવ કહેવામાં આવ્યો છે. જ્યાં સુધી કર્મનું સ્વામીપણું રાખીને કર્મના ઉદયમાં જીવ પરિણમે છે ત્યાં સુધી જ જીવ કર્મનો કર્તા છે; ઉદયનો જ્ઞાતાદ્રષ્ટા થઈને પરના નિમિત્તથી માત્ર અસ્થિરતારૂપે પરિણમે ત્યારે કર્તા નથી, જ્ઞાતા જ છે. આ અપેક્ષાએ, સમ્યગ્દ્રષ્ટિ થયા પછી ચારિત્રમોહના ઉદયરૂપ પરિણમવા છતાં તેને જ્ઞાની અને અબંધક કહેવામાં આવ્યો છે. જ્યાં સુધી મિથ્યાત્વનો ઉદય છે અને તેમાં જોડાઈને જીવ રાગદ્વેષમોહભાવે પરિણમે છે ત્યાં સુધી જ તેને અજ્ઞાની અને બંધક કહેવામાં આવે છે. જ્ઞાની-અજ્ઞાનીનો અને બંધ-અબંધનો આ વિશેષ જાણવો. વળી શુદ્ધ સ્વરૂપમાં લીન રહેવાના અભ્યાસ દ્વારા કેવળજ્ઞાન પ્રગટવાથી જ્યારે જીવ સાક્ષાત્ સંપૂર્ણજ્ઞાની થાય છે ત્યારે તો તે સર્વથા નિરાસ્રવ થઈ જાય છે એમ પહેલાં કહેવાઈ ગયું છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [ यद्यपि ] જોકે [ समयम् अनुसरन्तः ] પોતપોતાના સમયને અનુસરતા