હવે આ જ અર્થને દ્રષ્ટાંત દ્વારા દ્રઢ કરે છેઃ —
પુરુષે ગ્રહેલ અહાર જે, ઉદરાગ્નિને સંયોગ તે
બહુવિધ માંસ, વસા અને રુધિરાદિ ભાવે પરિણમે; ૧૭૯.
ત્યમ જ્ઞાનીને પણ પ્રત્યયો જે પૂર્વકાળનિબદ્ધ તे
બહુવિધ બાંધે કર્મ, જો જીવ શુદ્ધનયપરિચ્યુત બને. ૧૮૦.
ગાથાર્થઃ — [ यथा ] જેમ [ पुरुषेण ] પુરુષ વડે [ गृहीतः ] ગ્રહાયેલો [ आहारः ] જે આહાર
[ सः ] તે [ उदराग्निसंयुक्तः ] ઉદરાગ્નિથી સંયુક્ત થયો થકો [ अनेकविधम् ] અનેક પ્રકારે [ मांसवसा-
रुधिरादीन् ] માંસ, વસા, રુધિર આદિ [ भावान् ] ભાવોરૂપે [ परिणमति ] પરિણમે છે, [ तथा तु ]
તેમ [ ज्ञानिनः ] જ્ઞાનીને [ पूर्वं बद्धाः ] પૂર્વે બંધાયેલા [ ये प्रत्ययाः ] જે દ્રવ્યાસ્રવો છે [ ते ] તે
[ बहुविकल्पम् ] બહુ પ્રકારનાં [ कर्म ] કર્મ [ बध्नन्ति ] બાંધે છે; — [ ते जीवाः ] એવા જીવો [ नयपरि-
हीनाः तु ] શુદ્ધનયથી ચ્યુત થયેલા છે. (જ્ઞાની શુદ્ધનયથી ચ્યુત થાય તો તેને કર્મ બંધાય છે.)
ટીકાઃ — જ્યારે જ્ઞાની શુદ્ધનયથી ચ્યુત થાય ત્યારે તેને રાગાદિભાવોનો સદ્ભાવ
થવાથી, પૂર્વબદ્ધ દ્રવ્યપ્રત્યયો, પોતાને ( – દ્રવ્યપ્રત્યયોને) કર્મબંધના હેતુપણાના હેતુનો સદ્ભાવ
થતાં હેતુમાન ભાવનું ( – કાર્યભાવનું) અનિવાર્યપણું હોવાથી, જ્ઞાનાવરણાદિ ભાવે પુદ્ગલકર્મને
जह पुरिसेणाहारो गहिदो परिणमदि सो अणेयविहं ।
मंसवसारुहिरादी भावे उदरग्गिसंजुत्तो ।।१७९।।
तह णाणिस्स दु पुव्वं जे बद्धा पच्चया बहुवियप्पं ।
बज्झंते कम्मं ते णयपरिहीणा दु ते जीवा ।।१८०।।
यथा पुरुषेणाहारो गृहीतः परिणमति सोऽनेकविधम् ।
मांसवसारुधिरादीन् भावान् उदराग्निसंयुक्तः ।।१७९।।
तथा ज्ञानिनस्तु पूर्वं ये बद्धाः प्रत्यया बहुविकल्पम् ।
बध्नन्ति कर्म ते नयपरिहीनास्तु ते जीवाः ।।१८०।।
यदा तु शुद्धनयात् परिहीणो भवति ज्ञानी तदा तस्य रागादिसद्भावात्,
पूर्वबद्धाः द्रव्यप्रत्ययाः, स्वस्य हेतुत्वहेतुसद्भावे हेतुमद्भावस्यानिवार्यत्वात्, ज्ञानावरणादिभावैः
पुद्गलकर्म बन्धं परिणमयन्ति । न चैतदप्रसिद्धं, पुरुषगृहीताहारस्योदराग्निना रसरुधिरमांसादिभावैः
કહાનજૈનશાસ્ત્રમાળા ]
આસ્રવ અધિકાર
૨૮૧
36