(वसन्ततिलका)
प्रच्युत्य शुद्धनयतः पुनरेव ये तु
रागादियोगमुपयान्ति विमुक्तबोधाः ।
ते कर्मबन्धमिह बिभ्रति पूर्वबद्ध-
द्रव्यास्रवैः कृतविचित्रविकल्पजालम् ।।१२१।।
હવે કહે છે કે જેઓ શુદ્ધનયથી ચ્યુત થાય તેઓ કર્મ બાંધે છેઃ —
શ્લોકાર્થઃ — [ इह ] જગતમાં [ ये ] જેઓ [ शुद्धनयतः प्रच्युत्य ] શુદ્ધનયથી ચ્યુત થઈને
[ पुनः एव तु ] ફરીને [ रागादियोगम् ] રાગાદિના સંબંધને [ उपयान्ति ] પામે છે [ ते ] એવા જીવો,
[ विमुक्तबोधाः ] જેમણે જ્ઞાનને છોડ્યું છે એવા થયા થકા, [ पूर्वबद्धद्रव्यास्रवैः ] પૂર્વબદ્ધ દ્રવ્યાસ્રવો
વડે [ कर्मबन्धम् ] કર્મબંધને [ विभ्रति ] ધારણ કરે છે ( – કર્મોને બાંધે છે) — [ कृत-विचित्र-
विकल्प-जालम् ] કે જે કર્મબંધ વિચિત્ર ભેદોના સમૂહવાળો હોય છે (અર્થાત્ જે કર્મબંધ અનેક
પ્રકારનો હોય છે).
ભાવાર્થઃ — શુદ્ધનયથી ચ્યુત થવું એટલે ‘હું શુદ્ધ છું’ એવા પરિણમનથી છૂટીને
અશુદ્ધરૂપે પરિણમવું તે અર્થાત્ મિથ્યાદ્રષ્ટિ બની જવું તે. એમ થતાં, જીવને મિથ્યાત્વ સંબંધી
રાગાદિક ઉત્પન્ન થાય છે, તેથી દ્રવ્યાસ્રવો કર્મબંધનાં કારણ થાય છે અને તેથી અનેક
પ્રકારનાં કર્મ બંધાય છે. આ રીતે અહીં શુદ્ધનયથી ચ્યુત થવાનો અર્થ શુદ્ધતાના ભાનથી
(સમ્યક્ત્વથી) ચ્યુત થવું એમ કરવો. ઉપયોગની અપેક્ષા અહીં ગૌણ છે, અર્થાત્ શુદ્ધનયથી ચ્યુત
થવું એટલે શુદ્ધ ઉપયોગથી ચ્યુત થવું એવો અર્થ અહીં મુખ્ય નથી; કારણ કે શુદ્ધોપયોગરૂપ
રહેવાનો કાળ અલ્પ હોવાથી માત્ર અલ્પ કાળ શુદ્ધોપયોગરૂપ રહીને પછી તેનાથી છૂટી જ્ઞાન
અન્ય જ્ઞેયોમાં ઉપયુક્ત થાય તોપણ મિથ્યાત્વ વિના જે રાગનો અંશ છે તે અભિપ્રાયપૂર્વક નહિ
હોવાથી જ્ઞાનીને માત્ર અલ્પ બંધ થાય છે અને અલ્પ બંધ સંસારનું કારણ નથી. માટે અહીં
ઉપયોગની અપેક્ષા મુખ્ય નથી.
હવે જો ઉપયોગની અપેક્ષા લઈએ તો આ પ્રમાણે અર્થ ઘટેઃ — જીવ શુદ્ધસ્વરૂપના
નિર્વિકલ્પ અનુભવથી છૂટે પરંતુ સમ્યક્ત્વથી ન છૂટે તો તેને ચારિત્રમોહના રાગથી કાંઈક
બંધ થાય છે. તે બંધ જોકે અજ્ઞાનના પક્ષમાં નથી તોપણ તે બંધ તો છે જ. માટે તેને મટાડવાને
સમ્યગ્દ્રષ્ટિ જ્ઞાનીને શુદ્ધનયથી ન છૂટવાનો અર્થાત્ શુદ્ધોપયોગમાં લીન રહેવાનો ઉપદેશ છે.
કેવળજ્ઞાન થતાં સાક્ષાત્ શુદ્ધનય થાય છે. ૧૨૧.
૨૮૦
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-