Samaysar (Gujarati). Kalash: 124.

< Previous Page   Next Page >


Page 283 of 642
PDF/HTML Page 314 of 673

 

background image
જ્ઞાનકિરણોના સમૂહને (અર્થાત્ કર્મના નિમિત્તે પરમાં જતી જ્ઞાનની વિશેષ વ્યક્તિઓને) અલ્પ
કાળમાં સમેટીને, [ पूर्णं ज्ञान-घन-ओघम् एक म् अचलं शान्तं महः ] પૂર્ણ, જ્ઞાનઘનના પુંજરૂપ, એક,
અચળ, શાંત તેજનેતેજઃપુંજને[ पश्यन्ति ] દેખે છે અર્થાત્ અનુભવે છે.
ભાવાર્થઃશુદ્ધનય, જ્ઞાનના સમસ્ત વિશેષોને ગૌણ કરી તથા પરનિમિત્તથી થતા
સમસ્ત ભાવોને ગૌણ કરી, આત્માને શુદ્ધ, નિત્ય, અભેદરૂપ, એક ચૈતન્યમાત્ર ગ્રહણ કરે છે
અને તેથી પરિણતિ શુદ્ધનયના વિષયસ્વરૂપ ચૈતન્યમાત્ર શુદ્ધ આત્મામાં એકાગ્ર
સ્થિરથતી જાય
છે. એ પ્રમાણે શુદ્ધનયનો આશ્રય કરનારા જીવો અલ્પ કાળમાં બહાર નીકળતી જ્ઞાનની વિશેષ
વ્યક્તિઓને સંકેલીને, શુદ્ધનયમાં (આત્માની શુદ્ધતાના અનુભવમાં) નિર્વિકલ્પપણે ઠરતાં સર્વ
કર્મોથી ભિન્ન કેવળ જ્ઞાનસ્વરૂપ, અમૂર્તિક પુરુષાકાર, વીતરાગ જ્ઞાનમૂર્તિસ્વરૂપ પોતાના આત્માને
દેખે છે અને શુક્લધ્યાનમાં પ્રવૃત્તિ કરીને અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પ્રગટાવે છે. શુદ્ધનયનું આવું
માહાત્મ્ય છે. માટે શુદ્ધનયના આલંબન વડે જ્યાં સુધી કેવળજ્ઞાન ઊપજે નહિ ત્યાં સુધી
સમ્યગ્દ્રષ્ટિ જીવોએ શુદ્ધનય છોડવાયોગ્ય નથી એમ શ્રી ગુરુઓનો ઉપદેશ છે. ૧૨૩.
હવે, આસ્રવોનો સર્વથા નાશ કરવાથી જે જ્ઞાન પ્રગટ થયું તે જ્ઞાનના મહિમાનું કાવ્ય
કહે છેઃ
શ્લોકાર્થઃ[ नित्य-उद्योतं ] જેનો ઉદ્યોત (પ્રકાશ) નિત્ય છે એવી [ किम् अपि परमं
वस्तु ] કોઈ પરમ વસ્તુને [ अन्तः सम्पश्यतः ] અંતરંગમાં દેખનારા પુરુષને, [ रागादीनां आस्रवाणां ]
રાગાદિક આસ્રવોનો [ झगिति ] શીઘ્ર [ सर्वतः अपि ] સર્વ પ્રકારે [ विगमात् ] નાશ થવાથી, [ एतत्
ज्ञानम् ] આ જ્ઞાન [ उन्मग्नम् ] પ્રગટ થયું[ स्फारस्फारैः ] કે જે જ્ઞાન અત્યંત અત્યંત (અનંત
અનંત) વિસ્તાર પામતા [ स्वरसविसरैः ] નિજરસના ફેલાવથી [ आ-लोक-अन्तात् ] લોકના અંત
સુધીના [ सर्वभावान् ] સર્વ ભાવોને [ प्लावयत् ] તરબોળ કરી દે છે અર્થાત્ સર્વ પદાર્થોને જાણે
છે, [ अचलम् ] જે જ્ઞાન પ્રગટ થયું ત્યારથી સદાકાળ અચળ છે અર્થાત્ પ્રગટ્યા પછી સદા
એવું ને એવું જ રહે છેચળતું નથી, અને [ अतुलं ] જે જ્ઞાન અતુલ છે અર્થાત્ જેના તુલ્ય
બીજું કોઈ નથી.
ભાવાર્થઃજે પુરુષ અંતરંગમાં ચૈતન્યમાત્ર પરમ વસ્તુને દેખે છે અને શુદ્ધનયના
(मन्दाक्रान्ता)
रागादीनां झगिति विगमात्सर्वतोऽप्यास्रवाणां
नित्योद्योतं किमपि परमं वस्तु सम्पश्यतोऽन्तः
स्फारस्फारैः स्वरसविसरैः प्लावयत्सर्वभावा-
नालोकान्तादचलमतुलं ज्ञानमुन्मग्नमेतत्
।।१२४।।
કહાનજૈનશાસ્ત્રમાળા ]
આસ્રવ અધિકાર
૨૮૩