આલંબન વડે તેમાં એકાગ્ર થતો જાય છે તે પુરુષને, તત્કાળ સર્વ રાગાદિક આસ્રવભાવોનો
સર્વથા અભાવ થઈને, સર્વ અતીત, અનાગત ને વર્તમાન પદાર્થોને જાણનારું નિશ્ચળ, અતુલ
કેવળજ્ઞાન પ્રગટ થાય છે. તે જ્ઞાન સર્વથી મહાન છે, તેના સમાન અન્ય કોઈ નથી. ૧૨૪.
ટીકાઃ — આ રીતે આસ્રવ (રંગભૂમિમાંથી) બહાર નીકળી ગયો.
ભાવાર્થઃ — આસ્રવનો સ્વાંગ રંગભૂમિમાં આવ્યો હતો તેને જ્ઞાને તેના યથાર્થ સ્વરૂપે
જાણી લીધો તેથી તે બહાર નીકળી ગયો.
યોગ કષાય મિથ્યાત્વ અસંયમ આસ્રવ દ્રવ્યત આગમ ગાયે,
રાગ વિરોધ વિમોહ વિભાવ અજ્ઞાનમયી યહ ભાવ જતાયે;
જે મુનિરાજ કરૈ ઇનિ પાલ સુરિદ્ધિ સમાજ લયે સિવ થાયે,
કાય નવાય નમૂં ચિત લાય કહૂં જય પાય લહૂં મન ભાયે.
આમ શ્રી સમયસારની (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી સમયસાર પરમાગમની)
શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત આત્મખ્યાતિ નામની ટીકામાં આસ્રવનો પ્રરૂપક ચોથો અંક
સમાપ્ત થયો.
इति आस्रवो निष्क्रान्तः ।
इति श्रीमदमृतचन्द्रसूरिविरचितायां समयसारव्याख्यायामात्मख्यातौ आस्रवप्ररूपकः चतुर्थोऽङ्कः ।।
૨૮૪સમયસાર