મોહરાગરુષ દૂર કરી, સમિતિ ગુપ્તિ વ્રત પાળી;
સંવરમય આત્મા કર્યો, નમું તેહ, મન ધારી.
પ્રથમ ટીકાકાર આચાર્યમહારાજ કહે છે કે ‘‘હવે સંવર પ્રવેશ કરે છે’’. આસ્રવ
રંગભૂમિમાંથી બહાર નીકળી ગયા પછી હવે સંવર રંગભૂમિમાં પ્રવેશે છે.
ત્યાં પ્રથમ તો ટીકાકાર આચાર્યદેવ સર્વ સ્વાંગને જાણનારા સમ્યગ્જ્ઞાનના મહિમારૂપ
મંગળ કરે છેઃ —
શ્લોકાર્થઃ — [ आसंसार - विरोधि - संवर - जय - एकान्त - अवलिप्त - आस्रव - न्यक्कारात् ] અનાદિ
સંસારથી માંડીને પોતાના વિરોધી સંવરને જીતવાથી જે એકાંત-ગર્વિત (અત્યંત અહંકારયુક્ત)
થયો છે એવો જે આસ્રવ તેનો તિરસ્કાર કરવાથી [ प्रतिलब्ध-नित्य-विजयं संवरम् ] જેણે સદા વિજય
મેળવ્યો છે એવા સંવરને [ सम्पादयत् ] ઉત્પન્ન કરતી, [ पररूपतः व्यावृत्तं ] પરરૂપથી જુદી (અર્થાત્
પરદ્રવ્ય અને પરદ્રવ્યના નિમિત્તે થતા ભાવોથી જુદી), [ सम्यक्-स्वरूपे नियमितं स्फु रत् ] પોતાના
સમ્યક્ સ્વરૂપમાં નિશ્ચળપણે પ્રકાશતી, [ चिन्मयम् ] ચિન્મય, [ उज्ज्वलं ] ઉજ્જ્વળ ( – નિરાબાધ,
નિર્મળ, દેદીપ્યમાન) અને [ निज-रस-प्राग्भारम् ] નિજરસના (પોતાના ચૈતન્યરસના) ભારવાળી
– અતિશયપણાવાળી [ ज्योतिः ] જ્યોતિ [ उज्जृम्भते ] પ્રગટ થાય છે, ફેલાય છે.
अथ प्रविशति संवरः ।
(शार्दूलविक्रीडित)
आसंसारविरोधिसंवरजयैकान्तावलिप्तास्रव-
न्यक्कारात्प्रतिलब्धनित्यविजयं सम्पादयत्संवरम् ।
व्यावृत्तं पररूपतो नियमितं सम्यक्स्वरूपे स्फु र-
ज्ज्योतिश्चिन्मयमुज्ज्वलं निजरसप्राग्भारमुज्जृम्भते ।।१२५।।
-૫-
સંવર અધિકાર