क्रोधः क्रोधे चैव हि उपयोगे नास्ति खलु क्रोधः ।।१८१।।
ભાવાર્થઃ — અનાદિ કાળથી જે આસ્રવનો વિરોધી છે એવા સંવરને જીતીને આસ્રવમદથી ગર્વિત થયો છે. તે આસ્રવનો તિરસ્કાર કરીને તેના પર જેણે હંમેશને માટે જય મેળવ્યો છે એવા સંવરને ઉત્પન્ન કરતો, સમસ્ત પરરૂપથી જુદો અને પોતાના સ્વરૂપમાં નિશ્ચળ એવો આ ચૈતન્યપ્રકાશ નિજરસની અતિશયતાપૂર્વક નિર્મળપણે ઉદય પામે છે. ૧૨૫.
ત્યાં (સંવર અધિકારની) શરૂઆતમાં જ, (ભગવાન કુંદકુંદાચાર્ય) સકળ કર્મનો સંવરકરવાનો ઉત્કૃષ્ટ ઉપાય જે ભેદવિજ્ઞાન તેની પ્રશંસા કરે છેઃ —
ઉપયોગમાં ઉપયોગ, કો ઉપયોગ નહિ ક્રોધાદિમાં,
છે ક્રોધ ક્રોધ મહીં જ, નિશ્ચય ક્રોધ નહિ ઉપયોગમાં.૧૮૧.
ઉપયોગ છે નહિ અષ્ટવિધ કર્મો અને નોકર્મમાં,
કર્મો અને નોકર્મ કંઈ પણ છે નહિ ઉપયોગમાં.૧૮૨.
આવું અવિપરીત જ્ઞાન જ્યારે ઉદ્ભવે છે જીવને,
ત્યારે ન કંઈ પણ ભાવ તે ઉપયોગશુદ્ધાત્મા કરે.૧૮૩.
ગાથાર્થઃ — [ उपयोगः ] ઉપયોગ [ उपयोगे ] ઉપયોગમાં છે, [ क्रोधादिषु ] ક્રોધાદિકમાં[ कोऽपि उपयोगः ] કોઈ ઉપયોગ [ नास्ति ] નથી; [ च ] વળી [ क्रोधः ] ક્રોધ [ क्रोधे एव हि ]ક્રોધમાં જ છે, [ उपयोगे ] ઉપયોગમાં [ खलु ] નિશ્ચયથી [ क्रोधः ] ક્રોધ [ नास्ति ] નથી.