[ अष्टविकल्पे कर्मणि ] આઠ પ્રકારનાં કર્મ [ च अपि ] તેમ જ [ नोकर्मणि ] નોકર્મમાં [ उपयोगः ]
ઉપયોગ [ नास्ति ] નથી [ च ] અને [ उपयोगे ] ઉપયોગમાં [ कर्म ] કર્મ [ च अपि ] તેમ જ
[ नोकर्म ] નોકર્મ [ नो अस्ति ] નથી. — [ एतत् तु ] આવું [ अविपरीतं ] અવિપરીત [ ज्ञानं ] જ્ઞાન
[ यदा तु ] જ્યારે [ जीवस्य ] જીવને [ भवति ] થાય છે, [ तदा ] ત્યારે [ उपयोगशुद्धात्मा ] તે
ઉપયોગસ્વરૂપ શુદ્ધાત્મા [ किञ्चित् भावम् ] ઉપયોગ સિવાય અન્ય કોઈ પણ ભાવને [ न करोति ]
કરતો નથી.
ટીકાઃ — ખરેખર એક વસ્તુની બીજી વસ્તુ નથી (અર્થાત્ એક વસ્તુની બીજી વસ્તુ
કાંઈ સંબંધી નથી) કારણ કે બન્નેના પ્રદેશો ભિન્ન હોવાથી તેમને એક સત્તાની અનુપપત્તિ
છે (અર્થાત્ બન્નેની સત્તા જુદી જુદી છે); અને એ રીતે એક વસ્તુની બીજી વસ્તુ નહિ હોવાથી
એક સાથે બીજીને આધારાધેયસંબંધ પણ નથી જ. તેથી (દરેક વસ્તુને) પોતાના સ્વરૂપમાં
પ્રતિષ્ઠારૂપ (દ્રઢપણે રહેવારૂપ) જ આધારાધેયસંબંધ છે. માટે જ્ઞાન કે જે જાણનક્રિયારૂપ
પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત ( – રહેલું) છે તે, જાણનક્રિયાનું જ્ઞાનથી અભિન્નપણું હોવાને લીધે,
જ્ઞાનમાં જ છે; ક્રોધાદિક કે જે ક્રોધાદિક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે તે, ક્રોધાદિક્રિયાનું
ક્રોધાદિથી અભિન્નપણું હોવાને લીધે, ક્રોધાદિકમાં જ છે. (જ્ઞાનનું સ્વરૂપ જાણનક્રિયા છે, માટે
જ્ઞાન આધેય અને જાણનક્રિયા આધાર છે. જાણનક્રિયા આધાર હોવાથી એમ ઠર્યું કે જ્ઞાન
જ આધાર છે, કારણ કે જાણનક્રિયા અને જ્ઞાન જુદાં નથી. આ રીતે એમ સિદ્ધ થયું કે જ્ઞાન
જ્ઞાનમાં જ છે. એવી જ રીતે ક્રોધ ક્રોધમાં જ છે.) વળી ક્રોધાદિકમાં, કર્મમાં કે નોકર્મમાં
જ્ઞાન નથી અને જ્ઞાનમાં ક્રોધાદિક, કર્મ કે નોકર્મ નથી કારણ કે તેમને પરસ્પર અત્યંત સ્વરૂપ-
अष्टविकल्पे कर्मणि नोकर्मणि चापि नास्त्युपयोगः ।
उपयोगे च कर्म नोकर्म चापि नो अस्ति ।।१८२।।
एतत्त्वविपरीतं ज्ञानं यदा तु भवति जीवस्य ।
तदा न किञ्चित्करोति भावमुपयोगशुद्धात्मा ।।१८३।।
न खल्वेकस्य द्वितीयमस्ति, द्वयोर्भिन्नप्रदेशत्वेनैकसत्तानुपपत्तेः । तदसत्त्वे च तेन
सहाधाराधेयसम्बन्धोऽपि नास्त्येव । ततः स्वरूपप्रतिष्ठत्वलक्षण एवाधाराधेयसम्बन्धोऽवतिष्ठते । तेन
ज्ञानं जानत्तायां स्वरूपे प्रतिष्ठितं, जानत्ताया ज्ञानादपृथग्भूतत्वात्, ज्ञाने एव स्यात् । क्रोधादीनि
क्रुध्यत्तादौ स्वरूपे प्रतिष्ठितानि, क्रुध्यत्तादेः क्रोधादिभ्योऽपृथग्भूतत्वात्, क्रोधादिष्वेव स्युः । न
पुनः क्रोधादिषु कर्मणि नोकर्मणि वा ज्ञानमस्ति, न च ज्ञाने क्रोधादयः कर्म नोकर्म वा सन्ति,
કહાનજૈનશાસ્ત્રમાળા ]
સંવર અધિકાર
૨૮૭