આ પ્રમાણે (જ્ઞાનનું અને ક્રોધાદિક તેમ જ કર્મ-નોકર્મનું) ભેદવિજ્ઞાન ભલી રીતે સિદ્ધ
થયું.
ભાવાર્થઃ — ઉપયોગ તો ચૈતન્યનું પરિણમન હોવાથી જ્ઞાનસ્વરૂપ છે અને ક્રોધાદિ
ભાવકર્મ, જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ, શરીરાદિ નોકર્મ — એ બધાંય પુદ્ગલદ્રવ્યના પરિણામ હોવાથી
જડ છે; તેમને અને જ્ઞાનને પ્રદેશભેદ હોવાથી અત્યંત ભેદ છે. માટે ઉપયોગમાં ક્રોધાદિક,
કર્મ તથા નોકર્મ નથી અને ક્રોધાદિકમાં, કર્મમાં તથા નોકર્મમાં ઉપયોગ નથી. આ રીતે તેમને
પારમાર્થિક આધારાધેયસંબંધ નથી; દરેક વસ્તુને પોતપોતાનું આધારાધેયપણું પોતપોતામાં જ છે.
માટે ઉપયોગ ઉપયોગમાં જ છે, ક્રોધ ક્રોધમાં જ છે. આ રીતે ભેદવિજ્ઞાન બરાબર સિદ્ધ થયું.
(ભાવકર્મ વગેરેનો અને ઉપયોગનો ભેદ જાણવો તે ભેદવિજ્ઞાન છે.)
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [ चैद्रूप्यं जडरूपतां च दधतोः ज्ञानस्य रागस्य च ] ચિદ્રૂપતા (ચૈતન્યરૂપતા)
ધરતું જ્ઞાન અને જડરૂપતા ધરતો રાગ — [ द्वयोः ] એ બન્નેનો, [ अन्तः ] અંતરંગમાં [ दारुण-
दारणेन ] દારુણ વિદારણ વડે (અર્થાત્ ભેદ પાડવાના ઉગ્ર અભ્યાસ વડે), [ परितः विभागं
कृत्वा ] ચોતરફથી વિભાગ કરીને ( — સમસ્ત પ્રકારે બન્નેને જુદાં કરીને — ), [ इदं निर्मलम्
भेदज्ञानम् उदेति ] આ નિર્મળ ભેદજ્ઞાન ઉદય પામ્યું છે; [ अधुना ] માટે હવે [ एकम् शुद्ध-ज्ञानघन-
ओघम् अध्यासिताः ] એક શુદ્ધ વિજ્ઞાનઘનના પુંજમાં સ્થિત અને [ द्वितीय-च्युताः ] બીજાથી એટલે
રાગથી રહિત એવા [ सन्तः ] હે સત્પુરુષો! [ मोदध्वम् ] તમે મુદિત થાઓ.
ભાવાર્થઃ — જ્ઞાન તો ચેતનાસ્વરૂપ છે અને રાગાદિક પુદ્ગલવિકાર હોવાથી જડ છે;
પરંતુ અજ્ઞાનથી, જાણે કે જ્ઞાન પણ રાગાદિરૂપ થઈ ગયું હોય એમ ભાસે છે અર્થાત્ જ્ઞાન
અને રાગાદિક બન્ને એકરૂપ – જડરૂપ – ભાસે છે. જ્યારે અંતરંગમાં જ્ઞાન અને રાગાદિનો ભેદ
પાડવાનો તીવ્ર અભ્યાસ કરવાથી ભેદજ્ઞાન પ્રગટ થાય છે ત્યારે એમ જણાય છે કે જ્ઞાનનો
સ્વભાવ તો માત્ર જાણવાનો જ છે, જ્ઞાનમાં જે રાગાદિકની કલુષતા — આકુળતારૂપ સંકલ્પ-
વિકલ્પ — ભાસે છે તે સર્વ પુદ્ગલવિકાર છે, જડ છે. આમ જ્ઞાન અને રાગાદિકના ભેદનો
(शार्दूलविक्रीडित)
चैद्रूप्यं जडरूपतां च दधतोः कृत्वा विभागं द्वयो-
रन्तर्दारुणदारणेन परितो ज्ञानस्य रागस्य च ।
भेदज्ञानमुदेति निर्मलमिदं मोदध्वमध्यासिताः
शुद्धज्ञानघनौघमेकमधुना सन्तो द्वितीयच्युताः ।।१२६।।
કહાનજૈનશાસ્ત્રમાળા ]
સંવર અધિકાર
૨૮૯
37