૨૯૦
एवमिदं भेदविज्ञानं यदा ज्ञानस्य वैपरीत्यकणिकामप्यनासादयदविचलितमवतिष्ठते, तदा शुद्धोपयोगमयात्मत्वेन ज्ञानं ज्ञानमेव केवलं सन्न किञ्चनापि रागद्वेषमोहरूपं भावमारचयति । ततो भेदविज्ञानाच्छुद्धात्मोपलम्भः प्रभवति । शुद्धात्मोपलम्भात् रागद्वेषमोहाभावलक्षणः संवरः प्रभवति ।
कथं भेदविज्ञानादेव शुद्धात्मोपलम्भ इति चेत् —
સ્વાદ આવે છે અર્થાત્ અનુભવ થાય છે. જ્યારે આવું ભેદજ્ઞાન થાય ત્યારે આત્મા આનંદિત થાય છે કારણ કે તેને જણાય છે કે ‘‘પોતે સદા જ્ઞાનસ્વરૂપ જ રહ્યો છે, રાગાદિરૂપ કદી થયો નથી’’. માટે આચાર્યમહારાજે કહ્યું છે કે ‘‘હે સત્પુરુષો! હવે તમે મુદિત થાઓ’’. ૧૨૬.
ટીકાઃ — આ રીતે આ ભેદવિજ્ઞાન જ્યારે જ્ઞાનને અણુમાત્ર પણ (રાગાદિવિકારરૂપ) વિપરીતતા નહિ પમાડતું થકું અવિચળપણે રહે છે, ત્યારે શુદ્ધ-ઉપયોગમયાત્મકપણા વડે જ્ઞાન કેવળ જ્ઞાનરૂપ જ રહેતું થકું જરા પણ રાગદ્વેષમોહરૂપ ભાવને કરતું નથી; તેથી (એમ સિદ્ધ થયું કે) ભેદવિજ્ઞાનથી શુદ્ધ આત્માની ઉપલબ્ધિ (અનુભવ) થાય છે અને શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી રાગદ્વેષમોહનો (અર્થાત્ આસ્રવભાવનો) અભાવ જેનું લક્ષણ છે એવો સંવર થાય છે.
હવે પૂછે છે કે ભેદવિજ્ઞાનથી જ શુદ્ધ આત્માની ઉપલબ્ધિ (અનુભવ) કઈ રીતે થાય છે? તેના ઉત્તરરૂપ ગાથા કહે છેઃ —
ગાથાર્થઃ — [ यथा ] જેમ [ कनकम् ] સુવર્ણ [ अग्नितप्तम् अपि ] અગ્નિથી તપ્ત થયું થકું