પણ [ तं ] તેના [ कनकभावं ] સુવર્ણપણાને [ न परित्यजति ] છોડતું નથી [ तथा ] તેમ [ ज्ञानी ]
જ્ઞાની [ कर्मोदयतप्तः तु ] કર્મના ઉદયથી તપ્ત થયો થકો પણ [ ज्ञानित्वम् ] જ્ઞાનીપણાને
[ न जहाति ] છોડતો નથી. — [ एवं ] આવું [ ज्ञानी ] જ્ઞાની [ जानाति ] જાણે છે, અને [ अज्ञानी ]
અજ્ઞાની [ अज्ञानतमोऽवच्छन्नः ] અજ્ઞાન-અંધકારથી આચ્છાદિત હોવાથી [ आत्मस्वभावम् ] આત્માના
સ્વભાવને [ अजानन् ] નહિ જાણતો થકો [ रागम् एव ] રાગને જ [ आत्मानम् ] આત્મા [ मनुते ]
માને છે.
ટીકાઃ — જેને ઉપર કહ્યું તેવું ભેદવિજ્ઞાન છે તે જ તેના (ભેદવિજ્ઞાનના) સદ્ભાવથી
જ્ઞાની થયો થકો આ પ્રમાણે જાણે છેઃ — જેમ પ્રચંડ અગ્નિ વડે તપ્ત થયું થકું પણ સુવર્ણ સુવર્ણત્વ
છોડતું નથી તેમ પ્રચંડ કર્મોદય વડે ઘેરાયું થકું પણ (અર્થાત્ વિધ્ન કરવામાં આવતાં છતાં પણ)
જ્ઞાન જ્ઞાનત્વ છોડતું નથી, કેમ કે હજાર કારણો ભેગાં થવા છતાં સ્વભાવને છોડવો અશક્ય
છે; કારણ કે તેને છોડતાં સ્વભાવમાત્ર વસ્તુનો જ ઉચ્છેદ થાય, અને વસ્તુનો ઉચ્છેદ તો થતો
નથી કારણ કે સત્ના નાશનો અસંભવ છે. આવું જાણતો થકો જ્ઞાની કર્મથી આક્રાંત (ઘેરાયેલો,
આક્રમણ પામેલો) હોવા છતાં પણ રાગી થતો નથી, દ્વેષી થતો નથી, મોહી થતો નથી, પરંતુ
શુદ્ધ આત્માને જ અનુભવે છે. અને જેને ઉપર કહ્યું તેવું ભેદવિજ્ઞાન નથી તે તેના અભાવથી
અજ્ઞાની થયો થકો, અજ્ઞાન-અંધકાર વડે આચ્છાદિત હોવાથી ચૈતન્યચમત્કારમાત્ર આત્મસ્વભાવને
નહિ જાણતો થકો, રાગને જ આત્મા માનતો થકો, રાગી થાય છે, દ્વેષી થાય છે, મોહી થાય
છે, પરંતુ શુદ્ધ આત્માને બિલકુલ અનુભવતો નથી. માટે એમ સિદ્ધ થયું કે ભેદવિજ્ઞાનથી જ
શુદ્ધ આત્માની ઉપલબ્ધિ (અનુભવ) થાય છે.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
સંવર અધિકાર
૨૯૧
एवं जानाति ज्ञानी अज्ञानी मनुते रागमेवात्मानम् ।
अज्ञानतमोऽवच्छन्नः आत्मस्वभावमजानन् ।।१८५।।
यतो यस्यैव यथोदितं भेदविज्ञानमस्ति स एव तत्सद्भावात् ज्ञानी सन्नेवं जानाति —
यथा प्रचण्डपावकप्रतप्तमपि सुवर्णं न सुवर्णत्वमपोहति तथा प्रचण्डकर्मविपाकोपष्टब्धमपि ज्ञानं न
ज्ञानत्वमपोहति, कारणसहस्रेणापि स्वभावस्यापोढुमशक्यत्वात्; तदपोहे तन्मात्रस्य वस्तुन
एवोच्छेदात्; न चास्ति वस्तूच्छेदः, सतो नाशासम्भवात् । एवं जानंश्च कर्माक्रान्तोऽपि न रज्यते,
न द्वेष्टि, न मुह्यति, किन्तु शुद्धमात्मानमेवोपलभते । यस्य तु यथोदितं भेदविज्ञानं नास्ति स
तदभावादज्ञानी सन्नज्ञानतमसाच्छन्नतया चैतन्यचमत्कारमात्रमात्मस्वभावमजानन् रागमेवात्मानं
मन्यमानो रज्यते द्वेष्टि मुह्यति च, न जातु शुद्धमात्मानमुपलभते । ततो भेदविज्ञानादेव
शुद्धात्मोपलम्भः ।