ભાવાર્થઃ — જેને ભેદવિજ્ઞાન થયું છે તે આત્મા જાણે છે કે ‘આત્મા કદી
જ્ઞાનસ્વભાવથી છૂટતો નથી’. આવું જાણતો હોવાથી તે, કર્મના ઉદય વડે તપ્ત થયો થકો પણ,
રાગી, દ્વેષી, મોહી થતો નથી પરંતુ નિરંતર શુદ્ધ આત્માને અનુભવે છે. જેને ભેદવિજ્ઞાન નથી
તે આત્મા, આત્માના જ્ઞાનસ્વભાવને નહિ જાણતો થકો, રાગને જ આત્મા માને છે તેથી તે
રાગી, દ્વેષી, મોહી થાય છે પરંતુ કદી શુદ્ધ આત્માને અનુભવતો નથી. માટે એ નક્કી થયું
કે ભેદવિજ્ઞાનથી જ શુદ્ધ આત્માની ઉપલબ્ધિ થાય છે.
હવે પૂછે છે કે શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી જ સંવર કઈ રીતે થાય છે? તેનો ઉત્તર
કહે છેઃ —
જે શુદ્ધ જાણે આત્મને તે શુદ્ધ આત્મ જ મેળવે;
અણશુદ્ધ જાણે આત્મને અણશુદ્ધ આત્મ જ તે લહે. ૧૮૬.
ગાથાર્થઃ — [ शुद्धं तु ] શુદ્ધ આત્માને [ विजानन् ] જાણતો – અનુભવતો [ जीवः ] જીવ
[ शुद्धं च एव आत्मानं ] શુદ્ધ આત્માને જ [ लभते ] પામે છે [ तु ] અને [ अशुद्धम् ] અશુદ્ધ
[ आत्मानं ] આત્માને [ जानन् ] જાણતો – અનુભવતો જીવ [ अशुद्धम् एव ] અશુદ્ધ આત્માને જ
[ लभते ] પામે છે.
ટીકાઃ — જે સદાય અચ્છિન્નધારાવાહી જ્ઞાનથી શુદ્ધ આત્માને અનુભવ્યા કરે છે તે,
‘જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય ભાવ જ થાય છે’ એ ન્યાયે નવાં કર્મના આસ્રવણનું નિમિત્ત
જે રાગદ્વેષમોહની સંતતિ (પરંપરા) તેનો નિરોધ થવાથી, શુદ્ધ આત્માને જ પામે છે; અને
જે સદાય અજ્ઞાનથી અશુદ્ધ આત્માને અનુભવ્યા કરે છે તે, ‘અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનમય
कथं शुद्धात्मोपलम्भादेव संवर इति चेत् —
सुद्धं तु वियाणंतो सुद्धं चेवप्पयं लहदि जीवो ।
जाणंतो दु असुद्धं असुद्धमेवप्पयं लहदि ।।१८६।।
शुद्धं तु विजानन् शुद्धं चैवात्मानं लभते जीवः ।
जानंस्त्वशुद्धमशुद्धमेवात्मानं लभते ।।१८६।।
यो हि नित्यमेवाच्छिन्नधारावाहिना ज्ञानेन शुद्धमात्मानमुपलभमानोऽवतिष्ठते स ज्ञानमयात्
भावात् ज्ञानमय एव भावो भवतीति कृत्वा प्रत्यग्रकर्मास्रवणनिमित्तस्य रागद्वेषमोहसन्तानस्य
निरोधाच्छुद्धमेवात्मानं प्राप्नोति; यस्तु नित्यमेवाज्ञानेनाशुद्धमात्मानमुपलभमानोऽवतिष्ठते
૨૯૨
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-