Samaysar (Gujarati). Kalash: 127.

< Previous Page   Next Page >


Page 293 of 642
PDF/HTML Page 324 of 673

 

background image
ભાવ જ થાય છે’ એ ન્યાયે નવાં કર્મના આસ્રવણનું નિમિત્ત જે રાગદ્વેષમોહની સંતતિ તેનો
નિરોધ નહિ થવાથી, અશુદ્ધ આત્માને જ પામે છે. માટે શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી
(અનુભવથી) જ સંવર થાય છે.
ભાવાર્થઃજે જીવ અખંડધારાવાહી જ્ઞાનથી આત્માને નિરંતર શુદ્ધ અનુભવ્યા કરે
છે તેને રાગદ્વેષમોહરૂપી ભાવાસ્રવો રોકાય છે તેથી તે શુદ્ધ આત્માને પામે છે; અને જે જીવ
અજ્ઞાનથી આત્માને અશુદ્ધ અનુભવે છે તેને રાગદ્વેષમોહરૂપી ભાવાસ્રવો રોકાતા નથી તેથી તે
અશુદ્ધ આત્માને જ પામે છે. આ રીતે સિદ્ધ થયું કે શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી (અનુભવથી)
જ સંવર થાય છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થઃ[ यदि ] જો [ कथम् अपि ] કોઈ પણ રીતે (તીવ્ર પુરુષાર્થ કરીને)
[ धारावाहिना बोधनेन ] ધારાવાહી જ્ઞાનથી [ शुद्धम् आत्मानम् ] શુદ્ધ આત્માને [ ध्रुवम् उपलभमानः
आस्ते ] નિશ્ચળપણે અનુભવ્યા કરે [ तत् ] તો [ अयम् आत्मा ] આ આત્મા, [ उदयत्-आत्म-
आरामम् आत्मानम् ] જેનો આત્માનંદ પ્રગટ થતો જાય છે (અર્થાત્ જેની આત્મસ્થિરતા વધતી
જાય છે) એવા આત્માને [ पर-परिणति-रोधात् ] પરપરિણતિના નિરોધથી [ शुद्धम् एव अभ्युपैति ]
શુદ્ધ જ પ્રાપ્ત કરે છે.
ભાવાર્થઃધારાવાહી જ્ઞાન વડે શુદ્ધ આત્માને અનુભવવાથી રાગદ્વેષમોહરૂપ પર-
પરિણતિનો (ભાવાસ્રવોનો) નિરોધ થાય છે અને તેથી શુદ્ધ આત્માની પ્રાપ્તિ થાય છે.
ધારાવાહી જ્ઞાન એટલે પ્રવાહરૂપ જ્ઞાનઅતૂટક જ્ઞાન. તે બે રીતે કહેવાય છેઃએક
તો, જેમાં વચ્ચે મિથ્યાજ્ઞાન ન આવે એવું સમ્યગ્જ્ઞાન ધારાવાહી જ્ઞાન છે. બીજું, એક જ જ્ઞેયમાં
ઉપયોગના ઉપયુક્ત રહેવાની અપેક્ષાએ જ્ઞાનનું ધારાવાહીપણું કહેવામાં આવે છે, અર્થાત્
જ્યાં
सोऽज्ञानमयाद्भावादज्ञानमय एव भावो भवतीति कृत्वा प्रत्यग्रकर्मास्रवणनिमित्तस्य रागद्वेष-
मोहसन्तानस्यानिरोधादशुद्धमेवात्मानं प्राप्नोति
अतः शुद्धात्मोपलम्भादेव संवरः
(मालिनी)
यदि कथमपि धारावाहिना बोधनेन
ध्रुवमुपलभमानः शुद्धमात्मानमास्ते
तदयमुदयदात्माराममात्मानमात्मा
परपरिणतिरोधाच्छुद्धमेवाभ्युपैति
।।१२७।।
કહાનજૈનશાસ્ત્રમાળા ]
સંવર અધિકાર
૨૯૩