સુધી ઉપયોગ એક જ્ઞેયમાં ઉપયુક્ત રહે છે ત્યાં સુધી ધારાવાહી જ્ઞાન કહેવાય છે; આની સ્થિતિ (છદ્મસ્થને) અંતર્મુહૂર્ત જ છે, પછી તે ખંડિત થાય છે. આ બે અર્થમાંથી જ્યાં જેવી વિવક્ષા હોય તેવો અર્થ સમજવો. અવિરતસમ્યગ્દ્રષ્ટિ વગેરે નીચેનાં ગુણસ્થાનવાળા જીવોને મુખ્યત્વે પહેલી અપેક્ષા લાગુ પડે. શ્રેણી ચડનાર જીવને મુખ્યત્વે બીજી અપેક્ષા લાગુ પડે કારણ કે તેનો ઉપયોગ શુદ્ધ આત્મામાં જ ઉપયુક્ત છે. ૧૨૭.
હવે પૂછે છે કે સંવર કયા પ્રકારે થાય છે? તેનો ઉત્તર કહે છેઃ —
પુણ્યપાપયોગથી રોકીને નિજ આત્મને આત્મા થકી,
દર્શન અને જ્ઞાને ઠરી, પરદ્રવ્યઇચ્છા પરિહરી,૧૮૭.
જે સર્વસંગવિમુક્ત, ધ્યાવે આત્મને આત્મા વડે, –
– નહિ કર્મ કે નોકર્મ, ચેતક ચેતતો એકત્વને,૧૮૮.
તે આત્મ ધ્યાતો, જ્ઞાનદર્શનમય, અનન્યમયી ખરે,
બસ અલ્પ કાળે કર્મથી પ્રવિમુક્ત આત્માને વરે.૧૮૯.
ગાથાર્થઃ — [ आत्मानम् ] આત્માને [ आत्मना ] આત્મા વડે [ द्विपुण्यपापयोगयोः ] બે પુણ્ય-પાપરૂપ શુભાશુભયોગોથી [ रुन्ध्वा ] રોકીને [ दर्शनज्ञाने ] દર્શનજ્ઞાનમાં [ स्थितः ] સ્થિત થયો થકો[ च ] અને [ अन्यस्मिन् ] અન્ય (વસ્તુ)ની [ इच्छाविरतः ] ઇચ્છાથી વિરમ્યો થકો, [ यः आत्मा ] જે