Samaysar (Gujarati).

< Previous Page   Next Page >


Page 295 of 642
PDF/HTML Page 326 of 673

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

સંવર અધિકાર
૨૯૫
यः सर्वसङ्गमुक्तो ध्यायत्यात्मानमात्मनात्मा
नापि कर्म नोकर्म चेतयिता चिन्तयत्येकत्वम् ।।१८८।।
आत्मानं ध्यायन् दर्शनज्ञानमयोऽनन्यमयः
लभतेऽचिरेणात्मानमेव स कर्मप्रविमुक्तम् ।।१८९।।

यो हि नाम रागद्वेषमोहमूले शुभाशुभयोगे वर्तमानं दृढतरभेदविज्ञानावष्टम्भेन आत्मानं आत्मनैवात्यन्तं रुन्ध्वा शुद्धदर्शनज्ञानात्मन्यात्मद्रव्ये सुष्ठु प्रतिष्ठितं कृत्वा समस्तपरद्रव्येच्छापरिहारेण समस्तसङ्गविमुक्तो भूत्वा नित्यमेवातिनिष्प्रकम्पः सन् मनागपि कर्मनोकर्मणोरसंस्पर्शेन आत्मीयमात्मानमेवात्मना ध्यायन् स्वयं सहजचेतयितृत्वादेकत्वमेव चेतयते, स खल्वेकत्व- चेतनेनात्यन्तविविक्तं चैतन्यचमत्कारमात्रमात्मानं ध्यायन्, शुद्धदर्शनज्ञानमयमात्मद्रव्यमवाप्तः, शुद्धात्मोपलम्भे सति समस्तपरद्रव्यमयत्वमतिक्रान्तः सन्, अचिरेणैव सकलकर्म-


આત્મા, [ सर्वसङ्गमुक्तः ] (ઇચ્છારહિત થવાથી) સર્વ સંગથી રહિત થયો થકો, [ आत्मानम् ] (પોતાના) આત્માને [ आत्मना ] આત્મા વડે [ ध्यायति ] ધ્યાવે છે[ कर्म नोकर्म ] કર્મ અને નોકર્મને [ न अपि ] ધ્યાતો નથી, [ चेतयिता ] (પોતે) ચેતયિતા (હોવાથી) [ एकत्वम् ] એકત્વને જ [ चिन्तयति ] ચિંતવે છેચેતે છેઅનુભવે છે, [ सः ] તે (આત્મા), [ आत्मानं ध्यायन् ] આત્માને ધ્યાતો, [ दर्शनज्ञानमयः ] દર્શનજ્ઞાનમય અને [ अनन्यमयः ] અનન્યમય થયો થકો [ अचिरेण एव ] અલ્પ કાળમાં જ [ कर्मप्रविमुक्तम् ] કર્મથી રહિત [ आत्मानम् ] આત્માને [ लभते ] પામે છે.

ટીકાઃજે જીવ રાગદ્વેષમોહ જેનું મૂળ છે એવા શુભાશુભ યોગમાં વર્તતા આત્માને દ્રઢતર (અતિ દ્રઢ) ભેદવિજ્ઞાનના અવલંબનથી આત્મા વડે જ અત્યંત રોકીને, શુદ્ધદર્શનજ્ઞાનરૂપ આત્મદ્રવ્યમાં સારી રીતે પ્રતિષ્ઠિત (સ્થિર) કરીને, સમસ્ત પરદ્રવ્યની ઇચ્છાના ત્યાગ વડે સર્વ સંગથી રહિત થઈને, નિરંતર અતિ નિષ્કંપ વર્તતો થકો, કર્મ-નોકર્મનો જરા પણ સ્પર્શ કર્યા વિના પોતાના આત્માને જ આત્મા વડે ધ્યાતો થકો, પોતાને સહજ ચેતયિતાપણું હોવાથી એકત્વને જ ચેતે છે (જ્ઞાનચેતનારૂપ રહે છે), તે જીવ ખરેખર, એકત્વ-ચેતન વડે અર્થાત્ એકત્વના અનુભવન વડે (પરદ્રવ્યથી) અત્યંત ભિન્ન ચૈતન્યચમત્કારમાત્ર આત્માને ધ્યાતો, શુદ્ધદર્શનજ્ઞાનમય આત્મદ્રવ્યને પ્રાપ્ત થયો થકો, શુદ્ધ આત્માની ઉપલબ્ધિ (પ્રાપ્તિ) થતાં સમસ્ત ૧. ચેતયિતા = ચેતનાર; દેખનાર-જાણનાર. ૨. અનન્યમય = અન્યમય નહિ એવો ૩. ચેતવું = અનુભવવું; દેખવું-જાણવું.