પરદ્રવ્યમયપણાથી અતિક્રાંત થયો થકો, અલ્પ કાળમાં જ સર્વ કર્મથી રહિત આત્માને પામે
છે. આ સંવરનો પ્રકાર (રીત) છે.
ભાવાર્થઃ — જે જીવ પ્રથમ તો રાગદ્વેષમોહ સાથે મળેલા મનવચનકાયાના શુભાશુભ
યોગોથી પોતાના આત્માને ભેદજ્ઞાનના બળ વડે ચળવા ન દે, પછી તેને શુદ્ધદર્શનજ્ઞાનમય
આત્મસ્વરૂપમાં નિશ્ચળ કરે અને સમસ્ત બાહ્ય-અભ્યંતર પરિગ્રહથી રહિત થઈને કર્મ-નોકર્મથી
ભિન્ન પોતાના સ્વરૂપમાં એકાગ્ર થઈ તેને જ અનુભવ્યા કરે અર્થાત્ તેના જ ધ્યાનમાં રહે, તે
જીવ આત્માને ધ્યાવાથી દર્શનજ્ઞાનમય થયો થકો અને પરદ્રવ્યમયપણાને ઓળંગી ગયો થકો અલ્પ
કાળમાં સમસ્ત કર્મથી મુક્ત થાય છે. આ સંવર થવાની રીત છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [ भेदविज्ञानशक्त्या निजमहिमरतानां एषां ] જેઓ ભેદવિજ્ઞાનની શક્તિ વડે
નિજ (સ્વરૂપના) મહિમામાં લીન રહે છે તેમને [ नियतम् ] નિયમથી (ચોક્કસ) [ शुद्धतत्त्वोपलम्भः ]
શુદ્ધ તત્ત્વની ઉપલબ્ધિ [ भवति ] થાય છે; [ तस्मिन् सति च ] શુદ્ધ તત્ત્વની ઉપલબ્ધિ થતાં,
[ अचलितम् अखिल-अन्यद्रव्य-दूरे-स्थितानां ] અચલિતપણે સમસ્ત અન્યદ્રવ્યોથી દૂર વર્તતા એવા
તેમને, [ अक्षयः कर्ममोक्षः भवति ] અક્ષય કર્મમોક્ષ થાય છે (અર્થાત્ ફરીને કદી કર્મબંધ ન થાય
એવો કર્મથી છુટકારો થાય છે). ૧૨૮.
હવે પૂછે છે કે સંવર કયા ક્રમે થાય છે? તેનો ઉત્તર કહે છેઃ —
રાગાદિના હેતુ કહે સર્વજ્ઞ અધ્યવસાનને,
— મિથ્યાત્વ ને અજ્ઞાન, અવિરતભાવ તેમ જ યોગને. ૧૯૦.
विमुक्तमात्मानमवाप्नोति । एष संवरप्रकारः ।
(मालिनी)
निजमहिमरतानां भेदविज्ञानशक्त्या
भवति नियतमेषां शुद्धतत्त्वोपलम्भः ।
अचलितमखिलान्यद्रव्यदूरेस्थितानां
भवति सति च तस्मिन्नक्षयः कर्ममोक्षः ।।१२८।।
केन क्रमेण संवरो भवतीति चेत् —
तेसिं हेदू भणिदा अज्झवसाणाणि सव्वदरिसीहिं ।
मिच्छत्तं अण्णाणं अविरयभावो य जोगो य ।।१९०।।
૨૯૬
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-