હેતુઅભાવે જરૂર આસ્રવરોધ જ્ઞાનીને બને,
આસ્રવભાવ વિના વળી નિરોધ કર્મ તણો બને; ૧૯૧.
કર્મો તણા ય અભાવથી નોકર્મનું રોધન અને
નોકર્મના રોધન થકી સંસારસંરોધન બને. ૧૯૨.
ગાથાર્થઃ — [ तेषां ] તેમના (પૂર્વે કહેલા રાગદ્વેષમોહરૂપ આસ્રવોના) [ हेतवः ] હેતુઓ
[ सर्वदर्शिभिः ] સર્વદર્શીઓએ [ मिथ्यात्वम् ] મિથ્યાત્વ, [ अज्ञानम् ] અજ્ઞાન, [ अविरतभावः च ]
અવિરતભાવ [ योगः च ] અને યોગ — [ अध्यवसानानि ] એ (ચાર) અધ્યવસાન [ भणिताः ]
કહ્યા છે. [ ज्ञानिनः ] જ્ઞાનીને [ हेत्वभावे ] હેતુઓના અભાવે [ नियमात् ] નિયમથી
[ आस्रवनिरोधः ] આસ્રવનો નિરોધ [ जायते ] થાય છે, [ आस्रवभावेन विना ] આસ્રવભાવ વિના
[ कर्मणः अपि ] કર્મનો પણ [ निरोधः ] નિરોધ [ जायते ] થાય છે, [ च ] વળી [ कर्मणः अभावेन ]
કર્મના અભાવથી [ नोकर्मणाम् अपि ] નોકર્મોનો પણ [ निरोधः ] નિરોધ [ जायते ] થાય છે,
[ च ] અને [ नोकर्मनिरोधेन ] નોકર્મના નિરોધથી [ संसारनिरोधनं ] સંસારનો નિરોધ [ भवति ]
થાય છે.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
સંવર અધિકાર
૨૯૭
हेदुअभावे णियमा जायदि णाणिस्स आसवणिरोहो ।
आसवभावेण विणा जायदि कम्मस्स वि णिरोहो ।।१९१।।
कम्मस्साभावेण य णोकम्माणं पि जायदि णिरोहो ।
णोकम्मणिरोहेण य संसारणिरोहणं होदि ।।१९२।।
तेषां हेतवो भणिता अध्यवसानानि सर्वदर्शिभिः ।
मिथ्यात्वमज्ञानमविरतभावश्च योगश्च ।।१९०।।
हेत्वभावे नियमाज्जायते ज्ञानिन आस्रवनिरोधः ।
आस्रवभावेन विना जायते कर्मणोऽपि निरोधः ।।१९१।।
कर्मणोऽभावेन च नोकर्मणामपि जायते निरोधः ।
नोकर्मनिरोधेन च संसारनिरोधनं भवति ।।१९२।।
38