(अनुष्टुभ्)
अनन्तधर्मणस्तत्त्वं पश्यन्ती प्रत्यगात्मनः ।
अनेकान्तमयी मूर्तिर्नित्यमेव प्रकाशताम् ।।२।।
શબ્દ, અર્થ ને જ્ઞાન – સમયત્રય આગમ ગાયા,
કાળ, મત, સિદ્ધાંત – ભેદત્રય નામ બતાવ્યા;
તે મહીં આદિ શુભ અર્થસમયકથની સુણીએ બહુ,
અર્થસમયમાં જીવ નામ છે સાર, સુણજો સહુ;
તે મહીં સાર વિણકર્મમળ શુદ્ધ જીવ શુદ્ધનય કહે,
આ ગ્રંથમાં કથની સહુ, સમયસાર બુધજન ગ્રહે. ૪.
નામાદિક ષટ્ ગ્રંથમુખ, તેમાં મંગળ સાર;
વિઘ્નહરણ, નાસ્તિકહરણ, શિષ્ટાચાર ઉચ્ચાર. ૫.
સમયસાર જિનરાજ છે, સ્યાદ્વાદ જિનવેણ;
મુદ્રા જિન નિર્ગ્રંથતા, નમું કરે સહુ ચેન. ૬.
આ પ્રમાણે મંગળપૂર્વક પ્રતિજ્ઞા કરીને શ્રી કુંદકુંદ આચાર્યકૃત ગાથાબદ્ધ સમયપ્રાભૃત
ગ્રંથની શ્રી અમૃતચંદ્ર આચાર્યકૃત આત્મખ્યાતિ નામની જે સંસ્કૃત ટીકા છે તેની દેશભાષામાં
વચનિકા લખીએ છીએ.
પ્રથમ, સંસ્કૃત ટીકાકાર શ્રી અમૃતચંદ્ર આચાર્ય ગ્રંથના આદિમાં (પહેલા શ્લોક દ્વારા)
મંગળ અર્થે ઇષ્ટદેવને નમસ્કાર કરે છેઃ —
શ્લોકાર્થઃ — [नमः समयसाराय] ‘સમય’ અર્થાત્ જીવ નામનો પદાર્થ, તેમાં સાર
— જે દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ રહિત શુદ્ધ આત્મા, તેને મારો નમસ્કાર હો. તે કેવો છે?
[भावाय] શુદ્ધ સત્તાસ્વરૂપ વસ્તુ છે. આ વિશેષણપદથી સર્વથા અભાવવાદી નાસ્તિકોનો મત
ખંડિત થયો. વળી તે કેવો છે? [चित्स्वभावाय] જેનો સ્વભાવ ચેતનાગુણરૂપ છે. આ
વિશેષણથી ગુણ-ગુણીનો સર્વથા ભેદ માનનાર નૈયાયિકોનો નિષેધ થયો. વળી તે કેવો છે?
[स्वानुभूत्या चकासते] પોતાની જ અનુભવનરૂપ ક્રિયાથી પ્રકાશે છે, અર્થાત્ પોતાને પોતાથી
જ જાણે છે — પ્રગટ કરે છે. આ વિશેષણથી, આત્માને તથા જ્ઞાનને સર્વથા પરોક્ષ જ
માનનાર જૈમિનીય-ભટ્ટ-પ્રભાકર ભેદવાળા મીમાંસકોના મતનો વ્યવચ્છેદ થયો; તેમ જ જ્ઞાન
અન્ય જ્ઞાનથી જાણી શકાય છે, પોતે પોતાને નથી જાણતું — એવું માનનાર નૈયાયિકોનો પણ
પ્રતિષેધ થયો. વળી તે કેવો છે? [सर्वभावान्तरच्छिदे] પોતાથી અન્ય સર્વ જીવાજીવ, ચરાચર
પદાર્થોને સર્વ ક્ષેત્રકાળસંબંધી, સર્વ વિશેષણો સહિત, એક જ સમયે જાણનારો છે. આ
૨
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-