(मालिनी)
परपरिणतिहेतोर्मोहनाम्नोऽनुभावा-
दविरतमनुभाव्यव्याप्तिकल्माषितायाः ।
વિશેષણથી, સર્વજ્ઞનો અભાવ માનનાર મીમાંસક આદિનું નિરાકરણ થયું. આ પ્રકારનાં
વિશેષણો (ગુણો)થી શુદ્ધ આત્માને જ ઇષ્ટદેવ સિદ્ધ કરી તેને નમસ્કાર કર્યો છે.
ભાવાર્થઃ — અહીં મંગળ અર્થે શુદ્ધ આત્માને નમસ્કાર કર્યો છે. કોઈ એમ પ્રશ્ન કરે
કે કોઈ ઇષ્ટદેવનું નામ લઈ નમસ્કાર કેમ ન કર્યો? તેનું સમાધાનઃ — વાસ્તવિકપણે ઇષ્ટદેવનું
સામાન્ય સ્વરૂપ સર્વકર્મરહિત, સર્વજ્ઞ, વીતરાગ, શુદ્ધ આત્મા જ છે તેથી આ અધ્યાત્મગ્રંથમાં
સમયસાર કહેવાથી ઇષ્ટદેવ આવી ગયા. તથા એક જ નામ લેવામાં અન્યમતવાદીઓ
મતપક્ષનો વિવાદ કરે છે તે સર્વનું નિરાકરણ, સમયસારનાં વિશેષણો વર્ણવીને, કર્યું. વળી
અન્યવાદીઓ પોતાના ઇષ્ટદેવનું નામ લે છે તેમાં ઇષ્ટ શબ્દનો અર્થ ઘટતો નથી, બાધાઓ
આવે છે; અને સ્યાદ્વાદી જૈનોને તો સર્વજ્ઞ વીતરાગ શુદ્ધ આત્મા જ ઇષ્ટ છે. પછી ભલે
તે ઇષ્ટદેવને પરમાત્મા કહો, પરમજ્યોતિ કહો, પરમેશ્વર, પરબ્રહ્મ, શિવ, નિરંજન, નિષ્કલંક,
અક્ષય, અવ્યય, શુદ્ધ, બુદ્ધ, અવિનાશી, અનુપમ, અચ્છેદ્ય, અભેદ્ય, પરમપુરુષ, નિરાબાધ,
સિદ્ધ, સત્યાત્મા, ચિદાનંદ, સર્વજ્ઞ, વીતરાગ, અર્હત્, જિન, આપ્ત, ભગવાન, સમયસાર
ઇત્યાદિ હજારો નામોથી કહો; તે સર્વ નામો કથંચિત્ સત્યાર્થ છે. સર્વથા એકાંતવાદીઓને
ભિન્ન નામોમાં વિરોધ છે, સ્યાદ્વાદીને કાંઈ વિરોધ નથી. માટે અર્થ યથાર્થ સમજવો જોઈએ.
પ્રગટે નિજ અનુભવ કરે, સત્તા ચેતનરૂપ;
સૌ-જ્ઞાતા લખીને નમું, સમયસાર સહુ-ભૂપ. — ૧.
હવે (બીજા શ્લોકમાં) સરસ્વતીને નમસ્કાર કરે છેઃ —
શ્લોકાર્થઃ — [अनेकान्तमयी मूर्तिः] જેમાં અનેક અંત (ધર્મ) છે એવું જે જ્ઞાન તથા
વચન તે-મય મૂર્તિ [नित्यम् एव] સદાય [प्रकाशताम्] પ્રકાશરૂપ હો. કેવી છે તે મૂર્તિ?
[अनन्तधर्मणः प्रत्यगात्मनः तत्त्वं] જે અનંત ધર્મવાળો છે અને જે પરદ્રવ્યોથી ને પરદ્રવ્યના
ગુણપર્યાયોથી ભિન્ન તથા પરદ્રવ્યના નિમિત્તથી થતા પોતાના વિકારોથી કથંચિત્ ભિન્ન
એકાકાર છે એવા આત્માના તત્ત્વને, અર્થાત્ અસાધારણ — સજાતીય વિજાતીય દ્રવ્યોથી
વિલક્ષણ — નિજસ્વરૂપને, [पश्यन्ती] તે મૂર્તિ અવલોકન કરે છે — દેખે છે.
ભાવાર્થઃ — અહીં સરસ્વતીની મૂર્તિને આશીર્વચનરૂપ નમસ્કાર કર્યો છે. લૌકિકમાં જે
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પૂર્વરંગ
૩