Samaysar (Gujarati).

< Previous Page   Next Page >


Page 4 of 642
PDF/HTML Page 35 of 673

 

background image
मम परमविशुद्धिः शुद्धचिन्मात्रमूर्ते-
र्भवतु समयसारव्याख्ययैवानुभूतेः
।।३।।
સરસ્વતીની મૂર્તિ પ્રસિદ્ધ છે તે યથાર્થ નથી તેથી અહીં તેનું યથાર્થ વર્ણન કર્યું છે. જે સમ્યગ્જ્ઞાન
છે તે જ સરસ્વતીની સત્યાર્થ મૂર્તિ છે. તેમાં પણ સંપૂર્ણ જ્ઞાન તો કેવળજ્ઞાન છે કે જેમાં સર્વ
પદાર્થો પ્રત્યક્ષ ભાસે છે. તે અનંત ધર્મો સહિત આત્મતત્ત્વને પ્રત્યક્ષ દેખે છે તેથી તે સરસ્વતીની
મૂર્તિ છે. તદનુસાર જે શ્રુતજ્ઞાન છે તે આત્મતત્ત્વને પરોક્ષ દેખે છે તેથી તે પણ સરસ્વતીની
મૂર્તિ છે. વળી દ્રવ્યશ્રુત વચનરૂપ છે તે પણ તેની મૂર્તિ છે, કારણ કે વચનો દ્વારા અનેક
ધર્મવાળા આત્માને તે બતાવે છે. આ રીતે સર્વ પદાર્થોનાં તત્ત્વને જણાવનારી જ્ઞાનરૂપ તથા
વચનરૂપ અનેકાંતમયી સરસ્વતીની મૂર્તિ છે; તેથી સરસ્વતીનાં નામ ‘વાણી, ભારતી, શારદા,
વાગ્દેવી’ ઇત્યાદિ ઘણાં કહેવામાં આવે છે. આ સરસ્વતીની મૂર્તિ અનંત ધર્મોને ‘સ્યાત્
પદથી
એક ધર્મીમાં અવિરોધપણે સાધે છે તેથી તે સત્યાર્થ છે. કેટલાક અન્યવાદીઓ સરસ્વતીની
મૂર્તિને બીજી રીતે સ્થાપે છે પણ તે પદાર્થને સત્યાર્થ કહેનારી નથી.
કોઈ પ્રશ્ન કરે કે આત્માને અનંત ધર્મવાળો કહ્યો છે તો તેમાં અનંત ધર્મો કયા કયા
છે? તેનો ઉત્તરઃવસ્તુમાં સત્પણું, વસ્તુપણું, પ્રમેયપણું, પ્રદેશપણું, ચેતનપણું, અચેતનપણું,
મૂર્તિકપણું, અમૂર્તિકપણું ઇત્યાદિ (ધર્મ) તો ગુણ છે; અને તે ગુણોનું ત્રણે કાળે સમય-સમયવર્તી
પરિણમન થવું તે પર્યાય છે
જે અનંત છે. વળી વસ્તુમાં એકપણું, અનેકપણું, નિત્યપણું,
અનિત્યપણું, ભેદપણું, અભેદપણું, શુદ્ધપણું, અશુદ્ધપણું આદિ અનેક ધર્મ છે. તે સામાન્યરૂપ ધર્મો
તો વચનગોચર છે પણ બીજા વિશેષરૂપ ધર્મો જેઓ વચનનો વિષય નથી એવા પણ અનંત ધર્મો
છે
જે જ્ઞાનગમ્ય છે. આત્મા પણ વસ્તુ છે તેથી તેમાં પણ પોતાના અનંત ધર્મો છે.
આત્માના અનંત ધર્મોમાં ચેતનપણું અસાધારણ ધર્મ છે, બીજાં અચેતન દ્રવ્યોમાં નથી.
સજાતીય જીવદ્રવ્યો અનંત છે તેમનામાંય જોકે ચેતનપણું છે તોપણ સૌનું ચેતનપણું નિજ સ્વરૂપે
જુદું જુદું કહ્યું છે કારણ કે દરેક દ્રવ્યને પ્રદેશભેદ હોવાથી કોઈનું કોઈમાં ભળતું નથી. આ
ચેતનપણું પોતાના અનંત ધર્મોમાં વ્યાપક છે તેથી તેને આત્માનું તત્ત્વ કહ્યું છે. તેને આ
સરસ્વતીની મૂર્તિ દેખે છે અને દેખાડે છે. એ રીતે એનાથી સર્વ પ્રાણીઓનું કલ્યાણ થાય છે
માટે ‘સદા પ્રકાશરૂપ રહો’ એવું આશીર્વાદરૂપ વચન તેને કહ્યું છે. ૨.
હવે (ત્રીજા શ્લોકમાં) ટીકાકાર આ ગ્રંથનું વ્યાખ્યાન કરવાના ફળને ચાહતાં પ્રતિજ્ઞા
કરે છે
શ્લોકાર્થશ્રીમાન્ અમૃતચંદ્ર આચાર્ય કહે છે કે[समयसारव्याख्यया एव]
સમયસાર(શુદ્ધાત્મા તથા ગ્રંથ)ની વ્યાખ્યા(કથની તથા ટીકા)થી જ [मम अनुभूतेः] મારી
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-