Samaysar (Gujarati). Kalash: 129-130.

< Previous Page   Next Page >


Page 299 of 642
PDF/HTML Page 330 of 673

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

સંવર અધિકાર
૨૯૯
(उपजाति)
सम्पद्यते संवर एष साक्षा-
च्छुद्धात्मतत्त्वस्य किलोपलम्भात्
स भेदविज्ञानत एव तस्मात्
तद्भेदविज्ञानमतीव भाव्यम्
।।१२९।।
(अनुष्टुभ्)
भावयेद्भेदविज्ञानमिदमच्छिन्नधारया
तावद्यावत्पराच्च्युत्वा ज्ञानं ज्ञाने प्रतिष्ठते ।।१३०।।

સંવર થવાના ક્રમમાં સંવરનું પહેલું જ કારણ ભેદવિજ્ઞાન કહ્યું છે તેની ભાવનાના ઉપદેશનું કાવ્ય કહે છેઃ

શ્લોકાર્થઃ[ एषः साक्षात् संवरः ] આ સાક્ષાત્ (સર્વ પ્રકારે) સંવર [ किल ] ખરેખર [ शुद्ध-आत्म-तत्त्वस्य उपलम्भात् ] શુદ્ધ આત્મતત્ત્વની ઉપલબ્ધિથી [ सम्पद्यते ] થાય છે; અને [ सः ] તે શુદ્ધ આત્મતત્ત્વની ઉપલબ્ધિ [ भेदविज्ञानतः एव ] ભેદવિજ્ઞાનથી જ થાય છે. [ तस्मात् ] માટે [ तत् भेदविज्ञानम् ] તે ભેદવિજ્ઞાન [ अतीव ] અત્યંત [ भाव्यम् ] ભાવવાયોગ્ય છે.

ભાવાર્થઃજીવને જ્યારે ભેદવિજ્ઞાન થાય છે અર્થાત્ જીવ જ્યારે આત્માને અને કર્મને યથાર્થપણે ભિન્ન જાણે છે ત્યારે તે શુદ્ધ આત્માને અનુભવે છે, શુદ્ધ આત્માના અનુભવથી આસ્રવભાવ રોકાય છે અને અનુક્રમે સર્વ પ્રકારે સંવર થાય છે. માટે ભેદવિજ્ઞાનને અત્યંત ભાવવાનો ઉપદેશ કર્યો છે. ૧૨૯.

હવે, ભેદવિજ્ઞાન ક્યાં સુધી ભાવવું તે કાવ્ય દ્વારા કહે છેઃ

શ્લોકાર્થઃ[ इदम् भेदविज्ञानम् ] આ ભેદવિજ્ઞાન [ अच्छिन्न-धारया ] અચ્છિન્નધારાથી (અર્થાત્ જેમાં વિચ્છેદ ન પડે એવા અખંડ પ્રવાહરૂપે) [ तावत् ] ત્યાં સુધી [ भावयेत् ] ભાવવું [ यावत् ] કે જ્યાં સુધી [ परात् च्युत्वा ] પરભાવોથી છૂટી [ ज्ञानं ] જ્ઞાન [ ज्ञाने ] જ્ઞાનમાં જ (પોતાના સ્વરૂપમાં જ) [ प्रतिष्ठते ] ઠરી જાય.

ભાવાર્થઃઅહીં જ્ઞાનનું જ્ઞાનમાં ઠરવું બે પ્રકારે જાણવું. એક તો મિથ્યાત્વનો અભાવ થઈ સમ્યગ્જ્ઞાન થાય અને ફરી મિથ્યાત્વ ન આવે ત્યારે જ્ઞાન જ્ઞાનમાં ઠર્યું કહેવાય; બીજું, જ્યારે જ્ઞાન શુદ્ધોપયોગરૂપે સ્થિર થઈ જાય અને ફરી અન્યવિકારરૂપે ન પરિણમે ત્યારે તે જ્ઞાનમાં ઠરી ગયું કહેવાય. જ્યાં સુધી બન્ને પ્રકારે જ્ઞાન જ્ઞાનમાં ન ઠરી જાય ત્યાં સુધી ભેદવિજ્ઞાન ભાવ્યા કરવું. ૧૩૦.