ફરીને ભેદવિજ્ઞાનનો મહિમા કહે છેઃ —
શ્લોકાર્થઃ — [ ये केचन किल सिद्धाः ] જે કોઈ સિદ્ધ થયા છે [ भेदविज्ञानतः सिद्धाः ]
તે ભેદવિજ્ઞાનથી સિદ્ધ થયા છે; [ ये केचन किल बद्धाः ] જે કોઈ બંધાયા છે [ अस्य एव अभावतः
बद्धाः ] તે તેના જ ( – ભેદવિજ્ઞાનના જ) અભાવથી બંધાયા છે.
ભાવાર્થઃ — અનાદિ કાળથી માંડીને જ્યાં સુધી જીવને ભેદવિજ્ઞાન નથી ત્યાં સુધી તે
કર્મથી બંધાયા જ કરે છે — સંસારમાં રઝળ્યા જ કરે છે; જે જીવને ભેદવિજ્ઞાન થાય છે તે કર્મથી
છૂટે જ છે — મોક્ષ પામે જ છે. માટે કર્મબંધનું – સંસારનું – મૂળ ભેદવિજ્ઞાનનો અભાવ જ છે અને
મોક્ષનું પ્રથમ કારણ ભેદવિજ્ઞાન જ છે. ભેદવિજ્ઞાન વિના કોઈ સિદ્ધિ પામી શકતું નથી.
અહીં આમ પણ જાણવું કે — વિજ્ઞાનાદ્વૈતવાદી બૌદ્ધો અને વેદાન્તીઓ કે જેઓ વસ્તુને
અદ્વૈત કહે છે અને અદ્વૈતના અનુભવથી જ સિદ્ધિ કહે છે તેમનો, ભેદવિજ્ઞાનથી જ સિદ્ધિ
કહેવાથી, નિષેધ થયો; કારણ કે સર્વથા અદ્વૈત વસ્તુનું સ્વરૂપ નહિ હોવા છતાં જેઓ સર્વથા
અદ્વૈત માને છે તેમને ભેદવિજ્ઞાન કોઈ રીતે કહી શકાતું જ નથી; જ્યાં દ્વૈત જ — બે વસ્તુઓ
જ — માનતા નથી ત્યાં ભેદવિજ્ઞાન શાનું? જો જીવ અને અજીવ — બે વસ્તુઓ માનવામાં આવે
અને તેમનો સંયોગ માનવામાં આવે તો જ ભેદવિજ્ઞાન બની શકે અને સિદ્ધિ થઈ શકે. માટે
સ્યાદ્વાદીઓને જ બધુંય નિર્બાધપણે સિદ્ધ થાય છે. ૧૩૧.
હવે, સંવર અધિકાર પૂર્ણ કરતાં, સંવર થવાથી જે જ્ઞાન થયું તે જ્ઞાનના મહિમાનું કાવ્ય
કહે છેઃ —
શ્લોકાર્થઃ — [ भेदज्ञान-उच्छलन-कलनात् ] ભેદજ્ઞાન પ્રગટ કરવાના અભ્યાસથી [ शुद्धतत्त्व-
उपलम्भात् ] શુદ્ધ તત્ત્વની ઉપલબ્ધિ થઈ, શુદ્ધ તત્ત્વની ઉપલબ્ધિથી [ रागग्रामप्रलयकरणात् ] રાગના
(अनुष्टुभ्)
भेदविज्ञानतः सिद्धाः सिद्धा ये किल केचन ।
अस्यैवाभावतो बद्धा बद्धा ये किल केचन ।।१३१।।
(मन्दाक्रान्ता)
भेदज्ञानोच्छलनकलनाच्छुद्धतत्त्वोपलम्भा–
द्रागग्रामप्रलयकरणात्कर्मणां संवरेण ।
बिभ्रत्तोषं परमममलालोकमम्लानमेकं
ज्ञानं ज्ञाने नियतमुदितं शाश्वतोद्योतमेतत् ।।१३२।।
૩૦૦
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-