સમૂહનો વિલય થયો, રાગના સમૂહનો વિલય કરવાથી [ कर्मणां संवरेण ] કર્મનો સંવર થયો
અને કર્મનો સંવર થવાથી, [ ज्ञाने नियतम् एतत् ज्ञानं उदितं ] જ્ઞાનમાં જ નિશ્ચળ થયેલું એવું આ
જ્ઞાન ઉદય પામ્યું — [ बिभ्रत् परमम् तोषं ] કે જે જ્ઞાન પરમ સંતોષને (અર્થાત્ પરમ અતીંદ્રિય
આનંદને) ધારણ કરે છે, [ अमल-आलोकम् ] જેનો પ્રકાશ નિર્મળ છે (અર્થાત્ રાગાદિકને લીધે
મલિનતા હતી તે હવે નથી), [ अम्लानम् ] જે અમ્લાન છે (અર્થાત્ ક્ષાયોપશમિક જ્ઞાનની માફક
કરમાયેલું – નિર્બળ નથી, સર્વ લોકાલોકને જાણનારું છે), [ एकं ] જે એક છે (અર્થાત્ ક્ષયોપશમથી
ભેદ હતા તે હવે નથી) અને [ शाश्वत-उद्योतम् ] જેનો ઉદ્યોત શાશ્વત છે (અર્થાત્ જેનો પ્રકાશ
અવિનશ્વર છે). ૧૩૨.
ટીકાઃ — આ રીતે સંવર (રંગભૂમિમાંથી) બહાર નીકળી ગયો.
ભાવાર્થઃ — રંગભૂમિમાં સંવરનો સ્વાંગ આવ્યો હતો તેને જ્ઞાને જાણી લીધો તેથી તે
નૃત્ય કરી બહાર નીકળી ગયો.
ભેદવિજ્ઞાનકલા પ્રગટૈ તબ શુદ્ધસ્વભાવ લહૈ અપનાહી,
રાગ-દ્વેષ-વિમોહ સબહી ગલિ જાય ઇમૈ દુઠ કર્મ રુકાહી;
ઉજ્જ્વલ જ્ઞાન પ્રકાશ કરૈ બહુ તોષ ધરૈ પરમાતમમાહી,
યોં મુનિરાજ ભલી વિધિ ધારત કેવલ પાય સુખી શિવ જાહીં.
આમ શ્રી સમયસારની (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી સમયસાર પરમાગમની)
શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત આત્મખ્યાતિ નામની ટીકામાં સંવરનો પ્રરૂપક પાંચમો અંક
સમાપ્ત થયો.
❁
इति संवरो निष्क्रान्तः ।
इति श्रीमदमृतचन्द्रसूरिविरचितायां समयसारव्याख्यायामात्मख्यातौ संवरप्ररूपकः पञ्चमोऽङ्कः ।।
કહાનજૈનશાસ્ત્રમાળા ]
સંવર અધિકાર
૩૦૧