૩૦૨
कर्मागामि समस्तमेव भरतो दूरान्निरुन्धन् स्थितः ।
ज्ञानज्योतिरपावृतं न हि यतो रागादिभिर्मूर्छति ।।१३३।।
પૂર્વ ઉદયમાં સમ રહે, નમું નિર્જરાવંત.
પ્રથમ ટીકાકાર આચાર્યમહારાજ કહે છે કે ‘‘હવે નિર્જરા પ્રવેશ કરે છે’’. અહીં તત્ત્વોનું નૃત્ય છે; તેથી જેમ નૃત્યના અખાડામાં નૃત્ય કરનાર સ્વાંગ ધારણ કરીને પ્રવેશ કરે છે તેમ અહીં રંગભૂમિમાં નિર્જરાનો સ્વાંગ પ્રવેશ કરે છે.
હવે, સર્વ સ્વાંગને યથાર્થ જાણનારું જે સમ્યગ્જ્ઞાન છે તેને મંગળરૂપ જાણીને આચાર્યદેવ મંગળ અર્થે પ્રથમ તેને જ — નિર્મળ જ્ઞાનજ્યોતિને જ — પ્રગટ કરે છેઃ —
શ્લોકાર્થઃ — [ परः संवरः ] પરમ સંવર, [ रागादि-आस्रव-रोधतः ] રાગાદિ આસ્રવોને રોકવાથી [ निज-धुरां धृत्वा ] પોતાની કાર્ય-ધુરાને ધારણ કરીને ( – પોતાના કાર્યને બરાબર સંભાળીને), [ समस्तम् आगामि कर्म ] સમસ્ત આગામી કર્મને [ भरतः दूरात् एव ] અત્યંતપણે દૂરથી જ [ निरुन्धन् स्थितः ] રોકતો ઊભો છે; [ तु ] અને [ प्राग्बद्धं ] જે પૂર્વે (સંવર થયા પહેલાં) બંધાયેલું કર્મ છે [ तत् एव दग्धुम् ] તેને બાળવાને [ अधुना ] હવે [ निर्जरा व्याजृम्भते ] નિર્જરા ( – નિર્જરારૂપી અગ્નિ – ) ફેલાય છે [ यतः ] કે જેથી [ ज्ञानज्योतिः ] જ્ઞાનજ્યોતિ [ अपावृतं ] નિરાવરણ થઈ થકી (ફરીને) [ रागादिभिः न हि मूर्छति ] રાગાદિભાવો વડે મૂર્છિત થતી નથી — સદા અમૂર્છિત રહે છે.