Samaysar (Gujarati). Gatha: 193.

< Previous Page   Next Page >


Page 303 of 642
PDF/HTML Page 334 of 673

 

નિર્જરા અધિકાર૩૦૩
उवभोगमिंदियेहिं दव्वाणमचेदणाणमिदराणं
जं कुणदि सम्मदिट्ठी तं सव्वं णिज्जरणिमित्तं ।।१९३।।
उपभोगमिन्द्रियैः द्रव्याणामचेतनानामितरेषाम्
यत्करोति सम्यग्दृष्टिः तत्सर्वं निर्जरानिमित्तम् ।।१९३।।

विरागस्योपभोगो निर्जरायै एव रागादिभावानां सद्भावेन मिथ्यादृष्टेरचेतनान्यद्रव्योपभोगो बन्धनिमित्तमेव स्यात् स एव रागादिभावानामभावेन सम्यग्दृष्टेर्निर्जरानिमित्तमेव स्यात् एतेन द्रव्यनिर्जरास्वरूपमावेदितम्

ભાવાર્થઃસંવર થયા પછી નવાં કર્મ તો બંધાતાં નથી. જે પૂર્વે બંધાયાં હતાં તે કર્મો જ્યારે નિર્જરે છે ત્યારે જ્ઞાનનું આવરણ દૂર થવાથી જ્ઞાન એવું થાય છે કે ફરીને રાગાદિરૂપે પરિણમતું નથીસદા પ્રકાશરૂપ જ રહે છે. ૧૩૩.

હવે દ્રવ્યનિર્જરાનું સ્વરૂપ કહે છેઃ

ચેતન અચેતન દ્રવ્યનો ઉપભોગ ઇંદ્રિયો વડે
જે જે કરે સુદ્રષ્ટિ તે સૌ નિર્જરાકારણ બને. ૧૯૩.

ગાથાર્થઃ[ सम्यग्दृष्टिः ] સમ્યગ્દ્રષ્ટિ જીવ [ यत् ] જે [ इन्द्रियैः ] ઇન્દ્રિયો વડે [ अचेतनानाम् ] અચેતન તથા [ इतरेषाम् ] ચેતન [ द्रव्याणाम् ] દ્રવ્યોનો [ उपभोगम् ] ઉપભોગ [ करोति ] કરે છે [ तत् सर्वं ] તે સર્વ [ निर्जरानिमित्तम् ] નિર્જરાનું નિમિત્ત છે.

ટીકાઃવિરાગીનો ઉપભોગ નિર્જરા માટે જ છે (અર્થાત્ નિર્જરાનું કારણ થાય છે). રાગાદિભાવોના સદ્ભાવથી મિથ્યાદ્રષ્ટિને અચેતન તથા ચેતન દ્રવ્યોનો ઉપભોગ બંધનું નિમિત્ત જ થાય છે; તે જ (ઉપભોગ), રાગાદિભાવોના અભાવથી સમ્યગ્દ્રષ્ટિને નિર્જરાનું નિમિત્ત જ થાય છે. આથી (આ કથનથી) દ્રવ્યનિર્જરાનું સ્વરૂપ કહ્યું.

ભાવાર્થઃસમ્યગ્દ્રષ્ટિને જ્ઞાની કહ્યો છે અને જ્ઞાનીને રાગદ્વેષમોહનો અભાવ કહ્યો છે; માટે સમ્યગ્દ્રષ્ટિ વિરાગી છે. તેને ઇન્દ્રિયો વડે ભોગ હોય તોપણ તેને ભોગની સામગ્રી પ્રત્યે રાગ નથી. તે જાણે છે કે ‘‘આ (ભોગની સામગ્રી) પરદ્રવ્ય છે, મારે અને તેને કાંઈ નાતો નથી; કર્મના ઉદયના નિમિત્તથી તેનો અને મારો સંયોગ-વિયોગ છે’’. જ્યાં સુધી તેને ચારિત્રમોહનો ઉદય આવીને પીડા કરે છે અને પોતે બળહીન હોવાથી પીડા સહી શકતો નથી