Samaysar (Gujarati). Gatha: 194.

< Previous Page   Next Page >


Page 304 of 642
PDF/HTML Page 335 of 673

 

૩૦૪

સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
अथ भावनिर्जरास्वरूपमावेदयति
दव्वे उवभुंजंते णियमा जायदि सुहं व दुक्खं वा
तं सुहदुक्खमुदिण्णं वेददि अध णिज्जरं जादि ।।१९४।।
द्रव्ये उपभुज्यमाने नियमाज्जायते सुखं वा दुःखं वा
तत्सुखदुःखमुदीर्णं वेदयते अथ निर्जरां याति ।।१९४।।

उपभुज्यमाने सति हि परद्रव्ये, तन्निमित्तः सातासातविकल्पानतिक्रमणेन ત્યાં સુધીજેમ રોગી રોગની પીડા સહી શકે નહિ ત્યારે તેનો ઔષધિ આદિ વડે ઇલાજ કરે છે તેમભોગોપભોગસામગ્રી વડે વિષયરૂપ ઇલાજ કરે છે; પરંતુ જેમ રોગી રોગને કે ઔષધિને ભલી જાણતો નથી તેમ સમ્યગ્દ્રષ્ટિ ચારિત્રમોહના ઉદયને કે ભોગોપભોગસામગ્રીને ભલી જાણતો નથી. વળી નિશ્ચયથી તો, જ્ઞાતાપણાને લીધે સમ્યગ્દ્રષ્ટિ વિરાગી ઉદયમાં આવેલા કર્મને માત્ર જાણી જ લે છે, તેના પ્રત્યે તેને રાગદ્વેષમોહ નથી. આ રીતે રાગદ્વેષમોહ વિના જ તેના ફળને ભોગવતો હોવાથી તેને કર્મ આસ્રવતું નથી, આસ્રવ વિના આગામી બંધ થતો નથી અને ઉદયમાં આવેલું કર્મ તો પોતાનો રસ દઈને ખરી જ જાય છે કારણ કે ઉદયમાં આવ્યા પછી કર્મની સત્તા રહી શકે જ નહિ. આ રીતે તેને નવો બંધ થતો નથી અને ઉદયમાં આવેલું કર્મ નિર્જરી ગયું તેથી તેને કેવળ નિર્જરા જ થઈ. માટે સમ્યગ્દ્રષ્ટિ વિરાગીના ભોગોપભોગને નિર્જરાનું જ નિમિત્ત કહેવામાં આવ્યો છે. પૂર્વ કર્મ ઉદયમાં આવીને તેનું દ્રવ્ય ખરી ગયું તે દ્રવ્યનિર્જરા છે.

હવે ભાવનિર્જરાનું સ્વરૂપ કહે છેઃ

વસ્તુ તણે ઉપભોગ નિશ્ચય સુખ વા દુખ થાય છે,
એ ઉદિત સુખદુખ ભોગવે પછી નિર્જરા થઈ જાય છે. ૧૯૪.

ગાથાર્થઃ[ द्रव्ये उपभुज्यमाने ] વસ્તુ ભોગવવામાં આવતાં, [ सुखं वा दुःखं वा ] સુખ અથવા દુઃખ [ नियमात् ] નિયમથી [ जायते ] ઉત્પન્ન થાય છે; [ उदीर्णं ] ઉદય થયેલા અર્થાત્ ઉત્પન્ન થયેલા [ तत् सुखदुःखम् ] તે સુખદુઃખને [ वेदयते ] વેદે છેઅનુભવે છે, [ अथ ] પછી [ निर्जरां याति ] તે (સુખદુઃખરૂપ ભાવ) નિર્જરી જાય છે.

ટીકાઃપરદ્રવ્ય ભોગવવામાં આવતાં, તેના નિમિત્તે સુખરૂપ અથવા દુઃખરૂપ જીવનો ભાવ નિયમથી જ ઉદય થાય છે અર્થાત્ ઉત્પન્ન થાય છે, કારણ કે વેદન શાતા