Samaysar (Gujarati). Kalash: 134.

< Previous Page   Next Page >


Page 305 of 642
PDF/HTML Page 336 of 673

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

નિર્જરા અધિકાર
૩૦૫

वेदनायाः सुखरूपो वा दुःखरूपो वा नियमादेव जीवस्य भाव उदेति स तु यदा वेद्यते तदा मिथ्यादृष्टेः रागादिभावानां सद्भावेन बन्धनिमित्तं भूत्वा निर्जीर्यमाणोऽप्यनिर्जीर्णः सन् बन्ध एव स्यात्; सम्यग्दृष्टेस्तु रागादिभावानामभावेन बन्धनिमित्तमभूत्वा केवलमेव निर्जीर्यमाणो निर्जीर्णः सन्निर्जर्रैव स्यात्

(अनुष्टुभ्)
तज्ज्ञानस्यैव सामर्थ्यं विरागस्यैव वा किल
यत्कोऽपि कर्मभिः कर्म भूञ्जानोऽपि न बध्यते ।।१३४।।

अथ ज्ञानसामर्थ्यं दर्शयति અને અશાતાએ બે પ્રકારોને અતિક્રમતું નથી (અર્થાત્ વેદન બે પ્રકારનું જ છેશાતારૂપ અને અશાતારૂપ). જ્યારે તે (સુખરૂપ અથવા દુઃખરૂપ) ભાવ વેદાય છે ત્યારે મિથ્યાદ્રષ્ટિને, રાગાદિભાવોના સદ્ભાવથી બંધનું નિમિત્ત થઈને (તે ભાવ) નિર્જરતાં છતાં (ખરેખર) નહિ નિર્જર્યો થકો, બંધ જ થાય છે; પરંતુ સમ્યગ્દ્રષ્ટિને, રાગાદિભાવોના અભાવથી બંધનું નિમિત્ત થયા વિના કેવળ જ નિર્જરતો હોવાથી (ખરેખર) નિર્જર્યો થકો, નિર્જરા જ થાય છે.

ભાવાર્થઃપરદ્રવ્ય ભોગવતાં, કર્મના ઉદયના નિમિત્તે જીવને સુખરૂપ અથવા દુઃખરૂપ ભાવ નિયમથી ઉત્પન્ન થાય છે. મિથ્યાદ્રષ્ટિને રાગાદિકને લીધે તે ભાવ આગામી બંધ કરીને નિર્જરે છે તેથી તેને નિર્જર્યો કહી શકાતો નથી; માટે મિથ્યાદ્રષ્ટિને પરદ્રવ્ય ભોગવતાં બંધ જ થાય છે. સમ્યગ્દ્રષ્ટિને રાગાદિક નહિ હોવાથી આગામી બંધ કર્યા વિના જ તે ભાવ નિર્જરી જાય છે તેથી તેને નિર્જર્યો કહી શકાય છે; માટે સમ્યગ્દ્રષ્ટિને પરદ્રવ્ય ભોગવતાં નિર્જરા જ થાય છે. આ રીતે સમ્યગ્દ્રષ્ટિને ભાવનિર્જરા થાય છે.

હવે આગળની ગાથાઓની સૂચનારૂપ શ્લોક કહે છેઃ

શ્લોકાર્થઃ[ किल ] ખરેખર [ तत् सामर्थ्यं ] તે (આશ્ચર્યકારક) સામર્થ્ય [ ज्ञानस्य एव ] જ્ઞાનનું જ છે [ वा ] અથવા [ विरागस्य एव ] વિરાગનું જ છે [ यत् ] કે [ कः अपि ] કોઈ (સમ્યગ્દ્રષ્ટિ જીવ) [ कर्म भुञ्जानः अपि ] કર્મને ભોગવતો છતો [ कर्मभिः न बध्यते ] કર્મોથી બંધાતો નથી! (અજ્ઞાનીને તે આશ્ચર્ય ઉપજાવે છે અને જ્ઞાની તેને યથાર્થ જાણે છે.) ૧૩૪.

હવે જ્ઞાનનું સામર્થ્ય બતાવે છેઃ

39