Samaysar (Gujarati). Gatha: 195.

< Previous Page   Next Page >


Page 306 of 642
PDF/HTML Page 337 of 673

 

background image
જ્યમ ઝેરના ઉપભોગથી પણ વૈદ્ય જન મરતો નથી,
ત્યમ કર્મઉદયો ભોગવે પણ જ્ઞાની બંધાતો નથી. ૧૯૫.
ગાથાર્થઃ[ यथा ] જેમ [ वैद्यः पुरुषः ] વૈદ્ય પુરુષ [ विषम् उपभुञ्जानः ] વિષને
ભોગવતો અર્થાત્ ખાતો છતો [ मरणम् न उपयाति ] મરણ પામતો નથી, [ तथा ] તેમ [ ज्ञानी ]
જ્ઞાની [ पुद्गलकर्मणः ] પુદ્ગલકર્મના [ उदयं ] ઉદયને [ भुंक्ते ] ભોગવે છે તોપણ [ न एव बध्यते ]
બંધાતો નથી.
ટીકાઃજેમ કોઈ વિષવૈદ્ય, બીજાઓના મરણનું કારણ જે વિષ તેને ભોગવતો છતો
પણ, અમોઘ (રામબાણ) વિદ્યાના સામર્થ્ય વડે વિષની શક્તિ રોકાઈ ગઈ હોવાથી, મરતો નથી,
તેમ અજ્ઞાનીઓને રાગાદિભાવોના સદ્ભાવથી બંધનું કારણ જે પુદ્ગલકર્મનો ઉદય તેને જ્ઞાની
ભોગવતો છતો પણ, અમોઘ જ્ઞાનના સામર્થ્ય દ્વારા રાગાદિભાવોનો અભાવ હોતાં (
હોઈને)
કર્મોદયની શક્તિ રોકાઈ ગઈ હોવાથી, બંધાતો નથી.
ભાવાર્થઃજેમ વૈદ્ય મંત્ર, તંત્ર, ઔષધ આદિ પોતાની વિદ્યાના સામર્થ્યથી વિષની
મરણ કરવાની શક્તિનો અભાવ કરે છે તેથી વિષ ખાવા છતાં તેનું મરણ થતું નથી, તેમ
જ્ઞાનીને જ્ઞાનનું સામર્થ્ય એવું છે કે કર્મોદયની બંધ કરવાની શક્તિનો અભાવ કરે છે અને
તેથી કર્મના ઉદયને ભોગવવા છતાં જ્ઞાનીને આગામી કર્મબંધ થતો નથી. આ પ્રમાણે
સમ્યગ્જ્ઞાનનું સામર્થ્ય કહ્યું.
હવે વૈરાગ્યનું સામર્થ્ય બતાવે છેઃ
जह विसमुवभुंजंतो वेज्जो पुरिसो ण मरणमुवयादि
पोग्गलकम्मस्सुदयं तह भुंजदि णेव बज्झदे णाणी ।।१९५।।
यथा विषमुपभुञ्जानो वैद्यः पुरुषो न मरणमुपयाति
पुद्गलकर्मण उदयं तथा भुंक्ते नैव बध्यते ज्ञानी ।।१९५।।
यथा कश्चिद्विषवैद्यः परेषां मरणकारणं विषमुपभुञ्जानोऽपि अमोघविद्यासामर्थ्येन
निरुद्धतच्छक्तित्वान्न म्रियते, तथा अज्ञानिनां रागादिभावसद्भावेन बन्धकारणं पुद्गलकर्मोदयमुप-
भुञ्जानोऽपि अमोघज्ञानसामर्थ्यात् रागादिभावानामभावे सति निरुद्धतच्छक्तित्वान्न बध्यते ज्ञानी
अथ वैराग्यसामर्थ्यं दर्शयति
૩૦૬
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-