જ્યમ અરતિભાવે મદ્ય પીતાં મત્ત જન બનતો નથી,
દ્રવ્યોપભોગ વિષે અરત જ્ઞાનીય બંધાતો નથી. ૧૯૬.
ગાથાર્થઃ — [ यथा ] જેમ [ पुरुषः ] કોઈ પુરુષ [ मद्यं ] મદિરાને [ अरतिभावेन ] અરતિભાવે
(અપ્રીતિથી) [ पिबन् ] પીતો થકો [ न माद्यति ] મત્ત થતો નથી, [ तथा एव ] તેવી જ રીતે [ ज्ञानी
अपि ] જ્ઞાની પણ [ द्रव्योपभोगे ] દ્રવ્યના ઉપભોગ પ્રત્યે [ अरतः ] અરત (અર્થાત્ વૈરાગ્યભાવે) વર્તતો
થકો [ न बध्यते ] (કર્મોથી) બંધાતો નથી.
ટીકાઃ — જેમ કોઈ પુરુષ, મદિરા પ્રત્યે જેને તીવ્ર અરતિભાવ પ્રવર્ત્યો છે એવો વર્તતો થકો,
મદિરાને પીતાં છતાં પણ, તીવ્ર અરતિભાવના સામર્થ્યને લીધે મત્ત થતો નથી, તેમ જ્ઞાની પણ,
રાગાદિભાવોના અભાવથી સર્વ દ્રવ્યોના ઉપભોગ પ્રત્યે જેને તીવ્ર વૈરાગ્યભાવ પ્રવર્ત્યો છે એવો વર્તતો
થકો, વિષયોને ભોગવતાં છતાં પણ, તીવ્ર વૈરાગ્યભાવના સામર્થ્યને લીધે (કર્મોથી) બંધાતો નથી.
ભાવાર્થઃ – એ વૈરાગ્યનું સામર્થ્ય છે કે જ્ઞાની વિષયોને સેવતો છતો પણ કર્મોથી બંધાતો નથી.
હવે આ અર્થનું અને આગળની ગાથાના અર્થની સૂચનાનું કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [ यत् ] કારણ કે [ ना ] આ (જ્ઞાની) પુરુષ [ विषयसेवने अपि ] વિષયોને
जह मज्जं पिबमाणो अरदीभावेण मज्जदि ण पुरिसो ।
दव्वुवभोगे अरदो णाणी वि ण बज्झदि तहेव ।।१९६।।
यथा मद्यं पिबन् अरतिभावेन माद्यति न पुरुषः ।
द्रव्योपभोगेऽरतो ज्ञान्यपि न बध्यते तथैव ।।१९६।।
यथा कश्चित्पुरुषो मैरेयं प्रति प्रवृत्ततीव्रारतिभावः सन् मैरेयं पिबन्नपि तीव्रारति-
भावसामर्थ्यान्न माद्यति, तथा रागादिभावानामभावेन सर्वद्रव्योपभोगं प्रति प्रवृत्ततीव्रविरागभावः
सन् विषयानुपभुञ्जानोऽपि तीव्रविरागभावसामर्थ्यान्न बध्यते ज्ञानी ।
(रथोद्धता)
नाश्नुते विषयसेवनेऽपि यत्
स्वं फलं विषयसेवनस्य ना ।
ज्ञानवैभवविरागताबलात्
सेवकोऽपि तदसावसेवकः ।।१३५।।
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિર્જરા અધિકાર
૩૦૭