૩૦૮
यथा कश्चित् प्रकरणे व्याप्रियमाणोऽपि प्रकरणस्वामित्वाभावात् न प्राकरणिकः, अपरस्तु
तत्राव्याप्रियमाणोऽपि तत्स्वामित्वात्प्राकरणिकः, तथा सम्यग्दृष्टिः पूर्वसञ्चितकर्मोदय-
સેવતો છતો પણ [ ज्ञानवैभव-विरागता-बलात् ] જ્ઞાનવૈભવના અને વિરાગતાના બળથી [ विषयसेवनस्य स्वं फलं ] વિષયસેવનના નિજફળને ( – રંજિત પરિણામને) [ न अश्नुते ] ભોગવતો નથી — પામતો નથી, [ तत् ] તેથી [ असौ ] આ (પુરુષ) [ सेवकः अपि असेवकः ] સેવક છતાં અસેવક છે (અર્થાત્ વિષયોને સેવતાં છતાં નથી સેવતો).
ભાવાર્થઃ — જ્ઞાન અને વિરાગતાનું એવું કોઈ અચિંત્ય સામર્થ્ય છે કે જ્ઞાની ઇંદ્રિયોના વિષયોને સેવતો હોવા છતાં તેને સેવનારો કહી શકાતો નથી, કારણ કે વિષયસેવનનું ફળ જે રંજિત પરિણામ તેને જ્ઞાની ભોગવતો નથી — પામતો નથી. ૧૩૫.
હવે આ જ વાતને પ્રગટ દ્રષ્ટાંતથી બતાવે છેઃ —
ગાથાર્થઃ — [ कश्चित् ] કોઈ તો [ सेवमानः अपि ] વિષયોને સેવતો છતાં [ न सेवते ] નથી સેવતો અને [ असेवमानः अपि ] કોઈ નહિ સેવતો છતાં [ सेवकः ] સેવનારો છે — [ कस्य अपि ] જેમ કોઈ પુરુષને [ प्रकरणचेष्टा ] ૧પ્રકરણની ચેષ્ટા (કોઈ કાર્ય સંબંધી ક્રિયા) વર્તે છે [ न च सः प्राकरणः इति भवति ] તોપણ તે ૨પ્રાકરણિક નથી.
ટીકાઃ — જેમ કોઈ પુરુષ કોઈ પ્રકરણની ક્રિયામાં પ્રવર્તતો હોવા છતાં પ્રકરણનું સ્વામીપણું નહિ હોવાથી પ્રાકરણિક નથી અને બીજો પુરુષ પ્રકરણની ક્રિયામાં નહિ પ્રવર્તતો હોવા છતાં પ્રકરણનું સ્વામીપણું હોવાથી પ્રાકરણિક છે, તેવી રીતે સમ્યગ્દ્રષ્ટિ પૂર્વસંચિત કર્મના ૧. પ્રકરણ = કાર્ય ૨. પ્રાકરણિક = કાર્ય કરનારો