ઉદયથી પ્રાપ્ત થયેલા વિષયોને સેવતો હોવા છતાં રાગાદિભાવોના અભાવને લીધે વિષયસેવનના
ફળનું સ્વામીપણું નહિ હોવાથી અસેવક જ છે (અર્થાત્ સેવનારો નથી) અને મિથ્યાદ્રષ્ટિ
વિષયોને નહિ સેવતો હોવા છતાં રાગાદિભાવોના સદ્ભાવને લીધે વિષયસેવનના ફળનું
સ્વામીપણું હોવાથી સેવક જ છે.
ભાવાર્થઃ — કોઈ શેઠે પોતાની દુકાન પર કોઈને નોકર રાખ્યો. દુકાનનો બધો વેપાર-
વણજ — ખરીદવું, વેચવું વગેરે સર્વ કામકાજ — નોકર કરે છે તોપણ તે વેપારી નથી કારણ
કે તે વેપારનો અને વેપારના લાભ-નુકસાનનો સ્વામી નથી; તે તો માત્ર નોકર છે, શેઠનો
કરાવ્યો બધું કામકાજ કરે છે. જે શેઠ છે તે વેપાર સંબંધી કાંઈ કામકાજ કરતો નથી, ઘેર
બેસી રહે છે તોપણ તે વેપારનો અને વેપારના લાભ-નુકસાનનો ધણી હોવાથી તે જ વેપારી
છે. આ દ્રષ્ટાંત સમ્યગ્દ્રષ્ટિ અને મિથ્યાદ્રષ્ટિ પર ઘટાવી લેવું. જેમ નોકર વેપાર કરનારો નથી
તેમ સમ્યગ્દ્રષ્ટિ વિષય સેવનારો નથી, અને જેમ શેઠ વેપાર કરનારો છે તેમ મિથ્યાદ્રષ્ટિ વિષય
સેવનારો છે.
હવે આગળની ગાથાઓની સૂચનાનું કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [ सम्यग्दृष्टेः नियतं ज्ञान-वैराग्य-शक्तिः भवति ] સમ્યગ્દ્રષ્ટિને નિયમથી જ્ઞાન
અને વૈરાગ્યની શક્તિ હોય છે; [ यस्मात् ] કારણ કે [ अयं ] તે (સમ્યગ્દ્રષ્ટિ જીવ) [ स्व-अन्य-
रूप-आप्ति-मुक्त्या ] સ્વરૂપનું ગ્રહણ અને પરનો ત્યાગ કરવાની વિધિ વડે [ स्वं वस्तुत्वं कलयितुम् ]
પોતાના વસ્તુત્વનો (યથાર્થ સ્વરૂપનો) અભ્યાસ કરવા માટે, [ इदं स्वं च परं ] ‘ આ સ્વ છે
(અર્થાત્ આત્મસ્વરૂપ છે) અને આ પર છે ’ [ व्यतिकरम् ] એવો ભેદ [ तत्त्वतः ] પરમાર્થે
[ ज्ञात्वा ] જાણીને [ स्वस्मिन् आस्ते ] સ્વમાં રહે છે ( – ટકે છે) અને [ परात् रागयोगात् ]
सम्पन्नान् विषयान् सेवमानोऽपि रागादिभावानामभावेन विषयसेवनफलस्वामित्वाभावाद-
सेवक एव, मिथ्यादृष्टिस्तु विषयानसेवमानोऽपि रागादिभावानां सद्भावेन विषयसेवनफलस्वामि-
त्वात्सेवक एव ।
(मन्दाक्रान्ता)
सम्यग्दृष्टेर्भवति नियतं ज्ञानवैराग्यशक्तिः
स्वं वस्तुत्वं कलयितुमयं स्वान्यरूपाप्तिमुक्त्या ।
यस्माज्ज्ञात्वा व्यतिकरमिदं तत्त्वतः स्वं परं च
स्वस्मिन्नास्ते विरमति परात्सर्वतो रागयोगात् ।।१३६।।
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિર્જરા અધિકાર
૩૦૯