स्वादं विधातुम् असहः ] દ્વંદ્વમય સ્વાદને લેવા અસમર્થ (અર્થાત્ વર્ણાદિક, રાગાદિક તથા
ક્ષાયોપશમિક જ્ઞાનના ભેદોનો સ્વાદ લેવાને અસમર્થ ), [ आत्म-अनुभव-अनुभाव-विवशः स्वां वस्तुवृत्तिं
विदन् ] આત્માના અનુભવના – સ્વાદના પ્રભાવને આધીન થયો હોવાથી નિજ વસ્તુવૃત્તિને
(આત્માની શુદ્ધપરિણતિને) જાણતો – આસ્વાદતો ( અર્થાત્ આત્માના અદ્વિતીય સ્વાદના
અનુભવનમાંથી બહાર નહિ આવતો) [ एषः आत्मा ] આ આત્મા [ विशेष-उदयं भ्रश्यत् ] જ્ઞાનના
વિશેષોના ઉદયને ગૌણ કરતો, [ सामान्यं कलयन् किल ] સામાન્યમાત્ર જ્ઞાનને અભ્યાસતો, [ सकलं
ज्ञानं ] સકળ જ્ઞાનને [ एकताम् नयति ] એકપણામાં લાવે છે — એકરૂપે પ્રાપ્ત કરે છે.
ભાવાર્થઃ — આ એક સ્વરૂપજ્ઞાનના રસીલા સ્વાદ આગળ અન્ય રસ ફિક્કા છે. વળી
સ્વરૂપજ્ઞાનને અનુભવતાં સર્વ ભેદભાવો મટી જાય છે. જ્ઞાનના વિશેષો જ્ઞેયના નિમિત્તે થાય
છે. જ્યારે જ્ઞાનસામાન્યનો સ્વાદ લેવામાં આવે ત્યારે જ્ઞાનના સર્વ ભેદો પણ ગૌણ થઈ જાય
છે, એક જ્ઞાન જ જ્ઞેયરૂપ થાય છે.
અહીં પ્રશ્ન થાય છે કે છદ્મસ્થને પૂર્ણરૂપ કેવળજ્ઞાનનો સ્વાદ કઈ રીતે આવે? આ
પ્રશ્નનો ઉત્તર પહેલાં શુદ્ધનયનું કથન કરતાં દેવાઈ ગયો છે કે શુદ્ધનય આત્માનું શુદ્ધ પૂર્ણ
સ્વરૂપ જણાવતો હોવાથી શુદ્ધનય દ્વારા પૂર્ણરૂપ કેવળજ્ઞાનનો પરોક્ષ સ્વાદ આવે છે. ૧૪૦.
હવે, ‘કર્મના ક્ષયોપશમના નિમિત્તે જ્ઞાનમાં ભેદ હોવા છતાં તેનું સ્વરૂપ વિચારવામાં
આવે તો જ્ઞાન એક જ છે અને તે જ્ઞાન જ મોક્ષનો ઉપાય છે’ એવા અર્થની ગાથા કહે છેઃ —
મતિ, શ્રુત, અવધિ, મનઃ, કેવલ તેહ પદ એક જ ખરે,
આ જ્ઞાનપદ પરમાર્થ છે જે પામી જીવ મુક્તિ લહે. ૨૦૪.
ગાથાર્થઃ — [ आभिनिबोधिकश्रुतावधिमनःपर्ययकेवलं च ] મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન,
મનઃપર્યયજ્ઞાન અને કેવળજ્ઞાન — [ तत् ] તે [ एकम् एव ] એક જ [ पदम् भवति ] પદ છે (કારણ
કે જ્ઞાનના સર્વ ભેદો જ્ઞાન જ છે); [ सः एषः परमार्थः ] તે આ પરમાર્થ છે ( – શુદ્ધનયના
तथाहि —
आभिणिसुदोधिमणकेवलं च तं होदि एक्कमेव पदं ।
सो एसो परमट्ठो जं लहिदुं णिव्वुदिं जादि ।।२०४।।
आभिनिबोधिकश्रुतावधिमनःपर्ययकेवलं च तद्भवत्येकमेव पदम् ।
स एष परमार्थो यं लब्ध्वा निर्वृत्तिं याति ।।२०४।।
૩૨૦
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-