Samaysar (Gujarati). Kalash: 139-140.

< Previous Page   Next Page >


Page 319 of 642
PDF/HTML Page 350 of 673

 

background image
સ્વાદમાં આવતું આ જ્ઞાન એક જ આસ્વાદવાયોગ્ય છે.
ભાવાર્થઃપૂર્વે વર્ણાદિક ગુણસ્થાનપર્યંત ભાવો કહ્યા હતા તે બધાય, આત્મામાં
અનિયત, અનેક, ક્ષણિક, વ્યભિચારી ભાવો છે. આત્મા સ્થાયી છે (સદા વિદ્યમાન છે) અને
તે બધા ભાવો અસ્થાયી છે (નિત્ય ટકતા નથી), તેથી તેઓ આત્માનું સ્થાનરહેઠાણથઈ
શકતા નથી અર્થાત્ તેઓ આત્માનું પદ નથી. જે આ સ્વસંવેદનરૂપ જ્ઞાન છે તે નિયત છે,
એક છે, નિત્ય છે, અવ્યભિચારી છે. આત્મા સ્થાયી છે અને આ જ્ઞાન પણ સ્થાયી ભાવ
છે તેથી તે આત્માનું પદ છે. તે એક જ જ્ઞાનીઓ વડે આસ્વાદ લેવા યોગ્ય છે.
હવે આ અર્થનો કળશરૂપ શ્લોક કહે છેઃ
શ્લોકાર્થઃ[ तत् एकम् एव हि पदम् स्वाद्यं ] તે એક જ પદ આસ્વાદવાયોગ્ય છે
[ विपदाम् अपदं ] કે જે વિપત્તિઓનું અપદ છે (અર્થાત્ જેમાં આપદાઓ સ્થાન પામી શકતી
નથી) અને [ यत्पुरः ] જેની આગળ [ अन्यानि पदानि ] અન્ય (સર્વ) પદો [ अपदानि एव भासन्ते ]
અપદ જ ભાસે છે.
ભાવાર્થઃએક જ્ઞાન જ આત્માનું પદ છે. તેમાં કોઈ પણ આપદા પ્રવેશી શકતી
નથી અને તેની આગળ અન્ય સર્વ પદો અપદસ્વરૂપ ભાસે છે (કારણ કે તેઓ આકુળતામય
છે
આપત્તિરૂપ છે). ૧૩૯.
વળી કહે છે કે આત્મા જ્ઞાનનો અનુભવ કરે છે ત્યારે આમ કરે છેઃ
શ્લોકાર્થઃ[ एक-ज्ञायकभाव-निर्भर-महास्वादं समासादयन् ] એક જ્ઞાયકભાવથી ભરેલા
મહાસ્વાદને લેતો, (એ રીતે જ્ઞાનમાં જ એકાગ્ર થતાં બીજો સ્વાદ આવતો નથી માટે) [ द्वन्द्वमयं
ततः सर्वानेवास्थायिभावान् मुक्त्वा स्थायिभावभूतं परमार्थरसतया स्वदमानं ज्ञानमेकमेवेदं स्वाद्यम्
(अनुष्टुभ्)
एकमेव हि तत्स्वाद्यं विपदामपदं पदम्
अपदान्येव भासन्ते पदान्यन्यानि यत्पुरः ।।१३९।।
(शार्दूलविक्रीडित)
एकज्ञायकभावनिर्भरमहास्वादं समासादयन्
स्वादं द्वन्द्वमयं विधातुमसहः स्वां वस्तुवृत्तिं विदन्
आत्मात्मानुभवानुभावविवशो भ्रश्यद्विशेषोदयं
सामान्यं कलयन् किलैष सकलं ज्ञानं नयत्येकताम्
।।१४०।।
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિર્જરા અધિકાર
૩૧૯