૩૧૮
इह खलु भगवत्यात्मनि बहूनां द्रव्यभावानां मध्ये ये किल अतत्स्वभावेनोपलभ्यमानाः, अनियतत्वावस्थाः, अनेके, क्षणिकाः, व्यभिचारिणो भावाः, ते सर्वेऽपि स्वयमस्थायित्वेन स्थातुः स्थानं भवितुमशक्यत्वात् अपदभूताः । यस्तु तत्स्वभावेनोपलभ्यमानः, नियतत्वावस्थः, एकः, नित्यः, अव्यभिचारी भावः, स एक एव स्वयं स्थायित्वेन स्थातुः स्थानं भवितुं शक्यत्वात् पदभूतः ।
હવે પૂછે છે કે (હે ગુરુદેવ!) તે પદ કયું છે? (તે તમે બતાવો). તે પ્રશ્નનો ઉત્તર કહે છેઃ —
ગાથાર્થઃ — [ आत्मनि ] આત્મામાં [ अपदानि ] અપદભૂત [ द्रव्यभावान् ] દ્રવ્ય-ભાવોને [ मुक्त्वा ] છોડીને [ नियतम् ] નિશ્ચિત, [ स्थिरम् ] સ્થિર, [ एकम् ] એક [ इमं ] આ (પ્રત્યક્ષ અનુભવગોચર) [ भावम् ] ભાવને — [ स्वभावेन उपलभ्यमानं ] કે જે (આત્માના) સ્વભાવરૂપે અનુભવાય છે તેને — [ तथा ] (હે ભવ્ય!) જેવો છે તેવો [ गृहाण ] ગ્રહણ કર. (તે તારું પદ છે.)
ટીકાઃ — ખરેખર આ ભગવાન આત્મામાં બહુ દ્રવ્ય-ભાવો મધ્યે ( – દ્રવ્યભાવરૂપ ઘણા ભાવો મધ્યે), જે અતત્સ્વભાવે અનુભવાતા (અર્થાત્ આત્માના સ્વભાવરૂપે નહિ પરંતુ પરસ્વભાવરૂપે અનુભવાતા), અનિયત અવસ્થાવાળા, અનેક, ક્ષણિક, વ્યભિચારી ભાવો છે, તે બધાય પોતે અસ્થાયી હોવાને લીધે સ્થાતાનું સ્થાન અર્થાત્ રહેનારનું રહેઠાણ નહિ થઈ શકવા યોગ્ય હોવાથી અપદભૂત છે; અને જે તત્સ્વભાવે (અર્થાત્ આત્માના સ્વભાવરૂપે) અનુભવાતો, નિયત અવસ્થાવાળો, એક, નિત્ય, અવ્યભિચારી ભાવ (ચૈતન્યમાત્ર જ્ઞાનભાવ) છે, તે એક જ પોતે સ્થાયી હોવાને લીધે સ્થાતાનું સ્થાન અર્થાત્ રહેનારનું રહેઠાણ થઈ શકવા યોગ્ય હોવાથી પદભૂત છે. તેથી સમસ્ત અસ્થાયી ભાવોને છોડી, જે સ્થાયીભાવરૂપ છે એવું પરમાર્થરસપણે