થાય છે. (આવું જ્ઞાનના આલંબનનું માહાત્મ્ય છે.)
ભાવાર્થઃ — કર્મના ક્ષયોપશમ અનુસાર જ્ઞાનમાં જે ભેદો થયા છે તે કાંઈ
જ્ઞાનસામાન્યને અજ્ઞાનરૂપ નથી કરતા, ઊલટા જ્ઞાનને પ્રગટ કરે છે; માટે ભેદોને ગૌણ કરી,
એક જ્ઞાનસામાન્યનું આલંબન લઈ આત્માનું ધ્યાન ધરવું; તેનાથી સર્વ સિદ્ધિ થાય છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [ निष्पीत-अखिल-भाव-मण्डल-रस-प्राग्भार-मत्ताः इव ] પી જવામાં આવેલો જે
સમસ્ત પદાર્થોના સમૂહરૂપી રસ તેની અતિશયતાથી જાણે કે મત્ત થઈ ગઈ હોય એવી [ यस्य
इमाः अच्छ-अच्छाः संवेदनव्यक्तयः ] જેની આ નિર્મળથી પણ નિર્મળ સંવેદનવ્યક્તિઓ
( – જ્ઞાનપર્યાયો, અનુભવમાં આવતા જ્ઞાનના ભેદો) [ यद् स्वयम् उच्छलन्ति ] આપોઆપ ઊછળે
છે, [ सः एषः भगवान् अद्भुतनिधिः चैतन्यरत्नाकरः ] તે આ ભગવાન અદ્ભુત નિધિવાળો
ચૈતન્યરત્નાકર, [ अभिन्नरसः ] જ્ઞાનપર્યાયોરૂપી તરંગો સાથે જેનો રસ અભિન્ન છે એવો, [ एकः
अपि अनेकीभवन् ] એક હોવા છતાં અનેક થતો, [ उत्कलिकाभिः ] જ્ઞાનપર્યાયોરૂપી તરંગો વડે
[ वल्गति ] દોલાયમાન થાય છે — ઊછળે છે.
ભાવાર્થઃ — જેમ ઘણાં રત્નોવાળો સમુદ્ર એક જળથી જ ભરેલો છે અને તેમાં નાના
મોટા અનેક તરંગો ઊછળે છે તે એક જળરૂપ જ છે, તેમ ઘણા ગુણોનો ભંડાર આ
જ્ઞાનસમુદ્ર આત્મા એક જ્ઞાનજળથી જ ભરેલો છે અને કર્મના નિમિત્તથી જ્ઞાનના અનેક ભેદો –
વ્યક્તિઓ આપોઆપ પ્રગટ થાય છે તે વ્યક્તિઓ એક જ્ઞાનરૂપ જ જાણવી, ખંડખંડરૂપે ન
અનુભવવી. ૧૪૧.
હવે વળી વિશેષ કહે છેઃ —
कृत्स्नकर्माभावात् साक्षान्मोक्षो भवति ।
(शार्दूलविक्रीडित)
अच्छाच्छाः स्वयमुच्छलन्ति यदिमाः संवेदनव्यक्तयो
निष्पीताखिलभावमण्डलरसप्राग्भारमत्ता इव ।
यस्याभिन्नरसः स एष भगवानेकोऽप्यनेकीभवन्
वल्गत्युत्कलिकाभिरद्भुतनिधिश्चैतन्यरत्नाकरः ।।१४१।।
किञ्च —
૩૨૨
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-