શ્લોકાર્થઃ — [ दुष्करतरैः ] કોઈ જીવો તો અતિ દુષ્કર (મહા દુઃખે કરી શકાય એવાં)
અને [ मोक्ष-उन्मुखैः ] મોક્ષથી પરાઙ્મુખ એવાં [ कर्मभिः ] કર્મો વડે [ स्वयमेव ] સ્વયમેવ (અર્થાત્
જિનાજ્ઞા વિના) [ क्लिश्यन्तां ] ક્લેશ પામે તો પામો [ च ] અને [ परे ] બીજા કોઈ જીવો
[ महाव्रत-तपः-भारेण ] (મોક્ષની સંમુખ અર્થાત્ કથંચિત્ જિનાજ્ઞામાં કહેલાં) મહાવ્રત અને તપના
ભારથી [ चिरम् ] ઘણા વખત સુધી [ भग्नाः ] ભગ્ન થયા થકા ( – તૂટી મરતા થકા)
[ क्लिश्यन्तां ] ક્લેશ પામે તો પામો; (પરંતુ) [ साक्षात् मोक्षः ] જે સાક્ષાત્ મોક્ષસ્વરૂપ છે,
[ निरामयपदं ] નિરામય (રોગાદિ સમસ્ત ક્લેશ વિનાનું) પદ છે અને [ स्वयं संवेद्यमानं ] સ્વયં
સંવેદ્યમાન છે (અર્થાત્ પોતાની મેળે પોતે વેદવામાં આવે છે) એવું [ इदं ज्ञानं ] આ જ્ઞાન
તો [ ज्ञानगुणं विना ] જ્ઞાનગુણ વિના [ कथम् अपि ] કોઈ પણ રીતે [ प्राप्तुं न हि क्षमन्ते ] તેઓ
પ્રાપ્ત કરી શકતા જ નથી.
ભાવાર્થઃ — જ્ઞાન છે તે સાક્ષાત્ મોક્ષ છે; તે જ્ઞાનથી જ મળે છે, અન્ય કોઈ
ક્રિયાકાંડથી તેની પ્રાપ્તિ થતી નથી. ૧૪૨.
હવે આ જ ઉપદેશ ગાથામાં કરે છેઃ —
બહુ લોક જ્ઞાનગુણે રહિત આ પદ નહીં પામી શકે;
રે! ગ્રહણ કર તું નિયત આ, જો કર્મમોક્ષેચ્છા તને. ૨૦૫.
ગાથાર્થઃ — [ ज्ञानगुणेन विहीनाः ] જ્ઞાનગુણથી રહિત [ बहवः अपि ] ઘણાય લોકો (ઘણા
પ્રકારનાં કર્મ કરવા છતાં) [ एतत् पदं तु ] આ જ્ઞાનસ્વરૂપ પદને [ न लभन्ते ] પામતા નથી;
(शार्दूलविक्रीडित)
क्लिश्यन्तां स्वयमेव दुष्करतरैर्मोक्षोन्मुखैः कर्मभिः
क्लिश्यन्तां च परे महाव्रततपोभारेण भग्नाश्चिरम् ।
साक्षान्मोक्ष इदं निरामयपदं संवेद्यमानं स्वयं
ज्ञानं ज्ञानगुणं विना कथमपि प्राप्तुं क्षमन्ते न हि ।।१४२।।
णाणगुणेण विहीणा एदं तु पदं बहू वि ण लहंते ।
तं गिण्ह णियदमेदं जदि इच्छसि कम्मपरिमोक्खं ।।२०५।।
ज्ञानगुणेन विहीना एतत्तु पदं बहवोऽपि न लभन्ते ।
तद् गृहाण नियतमेतद् यदीच्छसि कर्मपरिमोक्षम् ।।२०५।।
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિર્જરા અધિકાર
૩૨૩