Samaysar (Gujarati). Kalash: 143.

< Previous Page   Next Page >


Page 324 of 642
PDF/HTML Page 355 of 673

 

૩૨૪

સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

यतो हि सकलेनापि कर्मणा, कर्मणि ज्ञानस्याप्रकाशनात्, ज्ञानस्यानुपलम्भः केवलेन ज्ञानेनैव, ज्ञान एव ज्ञानस्य प्रकाशनात्, ज्ञानस्योपलम्भः ततो बहवोऽपि बहुनापि कर्मणा ज्ञानशून्या नेदमुपलभन्ते, इदमनुपलभमानाश्च कर्मभिर्न मुच्यन्ते ततः कर्ममोक्षार्थिना केवलज्ञानावष्टम्भेन नियतमेवेदमेकं पदमुपलम्भनीयम्

(द्रुतविलम्बित)
पदमिदं ननु कर्मदुरासदं
सहजबोधकलासुलभं किल
तत इदं निजबोधकलाबलात्
कलयितुं यततां सततं जगत्
।।१४३।।

[ तद् ] માટે હે ભવ્ય! [ यदि ] જો તું [ कर्मपरिमोक्षम् ] કર્મથી સર્વથા મુક્ત થવા [ इच्छसि ] ઇચ્છતો હો તો [ नियतम् एतत् ] નિયત એવા આને (જ્ઞાનને) [ गृहाण ] ગ્રહણ કર.

ટીકાઃકર્મમાં (કર્મકાંડમાં) જ્ઞાનનું પ્રકાશવું નહિ હોવાથી સઘળાંય કર્મથી જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી; જ્ઞાનમાં જ જ્ઞાનનું પ્રકાશવું હોવાથી કેવળ (એક) જ્ઞાનથી જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. માટે જ્ઞાનશૂન્ય ઘણાય જીવો, પુષ્કળ (ઘણા પ્રકારનાં) કર્મ કરવાથી પણ આ જ્ઞાનપદને પામતા નથી અને આ પદને નહિ પામતા થકા તેઓ કર્મોથી મુક્ત થતા નથી; માટે કર્મથી મુક્ત થવા ઇચ્છનારે કેવળ (એક) જ્ઞાનના આલંબનથી, નિયત જ એવું આ એક પદ પ્રાપ્ત કરવાયોગ્ય છે.

ભાવાર્થઃજ્ઞાનથી જ મોક્ષ થાય છે, કર્મથી નહિ; માટે મોક્ષાર્થીએ જ્ઞાનનું જ ધ્યાન કરવું એમ ઉપદેશ છે.

હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ

શ્લોકાર્થઃ[ इदं पदम् ] આ (જ્ઞાનસ્વરૂપ) પદ [ ननु कर्मदुरासदं ] કર્મથી ખરેખર દુરાસદ છે અને [ सहज-बोध-कला-सुलभं किल ] સહજ જ્ઞાનની કળા વડે ખરેખર સુલભ છે; [ ततः ] માટે [ निज-बोध-कला-बलात् ] નિજજ્ઞાનની કળાના બળથી [ इदं कलयितुं ] આ પદને અભ્યાસવાને [ जगत् सततं यततां ] જગત સતત પ્રયત્ન કરો.

ભાવાર્થઃસર્વ કર્મને છોડાવીને જ્ઞાનકળાના બળ વડે જ જ્ઞાનનો અભ્યાસ કરવાનો ૧. દુરાસદ = દુષ્પ્રાપ્ય; અપ્રાપ્ય; ન જીતી શકાય એવું. ૨. અહીં ‘અભ્યાસવાને’ એવા અર્થને બદલે ‘અનુભવવાને’, ‘પ્રાપ્ત કરવાને’ એમ અર્થ પણ થાય છે.