કહાનજૈનશાસ્ત્રમાળા ]
एतावानेव सत्य आत्मा यावदेतज्ज्ञानमिति निश्चित्य ज्ञानमात्र एव नित्यमेव रतिमुपैहि ।
एतावत्येव सत्याशीः यावदेतज्ज्ञानमिति निश्चित्य ज्ञानमात्रेणैव नित्यमेव सन्तोषमुपैहि । एतावदेव
सत्यमनुभवनीयं यावदेतज्ज्ञानमिति निश्चित्य ज्ञानमात्रेणैव नित्यमेव तृप्तिमुपैहि । अथैवं तव
नित्यमेवात्मरतस्य, आत्मसन्तुष्टस्य, आत्मतृप्तस्य च वाचामगोचरं सौख्यं भविष्यति । तत्तु तत्क्षण
આચાર્યદેવે ઉપદેશ કર્યો છે. જ્ઞાનની ‘કળા’ કહેવાથી એમ સૂચન થાય છે કેઃ — જ્યાં સુધી પૂર્ણ કળા (કેવળજ્ઞાન) પ્રગટ ન થાય ત્યાં સુધી જ્ઞાન હીનકળાસ્વરૂપ — મતિજ્ઞાનાદિરૂપ છે; જ્ઞાનની તે કળાના આલંબન વડે જ્ઞાનનો અભ્યાસ કરવાથી કેવળજ્ઞાન અર્થાત્ પૂર્ણ કળા પ્રગટે છે. ૧૪૩.
હવેની ગાથામાં આ જ ઉપદેશ વિશેષ કરે છેઃ —
ગાથાર્થઃ — (હે ભવ્ય પ્રાણી!) તું [ एतस्मिन् ] આમાં ( – જ્ઞાનમાં) [ नित्यं ] નિત્ય [ रतः ] રત અર્થાત્ પ્રીતિવાળો થા, [ एतस्मिन् ] આમાં [ नित्यं ] નિત્ય [ सन्तुष्टः भव ] સંતુષ્ટ થા અને [ एतेन ] આનાથી [ तृप्तः भव ] તૃપ્ત થા; (આમ કરવાથી) [ तव ] તને [ उत्तमं सौख्यम् ] ઉત્તમ સુખ [ भविष्यति ] થશે.
ટીકાઃ — (હે ભવ્ય!) એટલો જ સત્ય ( – પરમાર્થસ્વરૂપ) આત્મા છે જેટલું આ જ્ઞાન છે — એમ નિશ્ચય કરીને જ્ઞાનમાત્રમાં જ સદાય રતિ ( – પ્રીતિ, રુચિ) પામ; એટલું જ સત્ય કલ્યાણ છે જેટલું આ જ્ઞાન છે — એમ નિશ્ચય કરીને જ્ઞાનમાત્રથી જ સદાય સંતોષ પામ; એટલું જ સત્ય અનુભવનીય (અનુભવ કરવાયોગ્ય) છે જેટલું આ જ્ઞાન છે — એમ નિશ્ચય કરીને જ્ઞાનમાત્રથી જ સદાય તૃપ્તિ પામ. એમ સદાય આત્મામાં રત, આત્માથી સંતુષ્ટ અને આત્માથી