Samaysar (Gujarati). Kalash: 144.

< Previous Page   Next Page >


Page 326 of 642
PDF/HTML Page 357 of 673

 

૩૨૬

સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

एव त्वमेव स्वयमेव द्रक्ष्यसि, मा अन्यान् प्राक्षीः

(उपजाति)
अचिन्त्यशक्ति : स्वयमेव देव-
श्चिन्मात्रचिन्तामणिरेष यस्मात्
सर्वार्थसिद्धात्मतया विधत्ते
ज्ञानी किमन्यस्य परिग्रहेण
।।१४४।।

कुतो ज्ञानी परं न परिगृह्णातीति चेत् તૃપ્ત એવા તને વચનથી અગોચર એવું સુખ થશે; અને તે સુખ તે ક્ષણે જ તું જ સ્વયમેવ દેખશે, *બીજાઓને ન પૂછ. (તે સુખ પોતાને જ અનુભવગોચર છે, બીજાને શા માટે પૂછવું પડે?)

ભાવાર્થઃજ્ઞાનમાત્ર આત્મામાં લીન થવું, તેનાથી જ સંતુષ્ટ થવું અને તેનાથી જ તૃપ્ત થવુંએ પરમ ધ્યાન છે. તેનાથી વર્તમાન આનંદ અનુભવાય છે અને થોડા જ કાળમાં જ્ઞાનાનંદસ્વરૂપ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આવું કરનાર પુરુષ જ તે સુખને જાણે છે, બીજાનો એમાં પ્રવેશ નથી.

હવે જ્ઞાનાનુભવના મહિમાનું અને આગળની ગાથાની સૂચનાનું કાવ્ય કહે છેઃ

શ્લોકાર્થઃ[ यस्मात् ] કારણ કે [ एषः ] આ (જ્ઞાની) [ स्वयम् एव ] પોતે જ [ अचिन्त्यशक्तिः देवः ] અચિંત્ય શક્તિવાળો દેવ છે અને [ चिन्मात्र-चिन्तामणिः ] ચિન્માત્ર ચિંતામણિ છે (અર્થાત્ ચૈતન્યરૂપ ચિંતામણિ રત્ન છે), માટે [ सर्व-अर्थ-सिद्ध-आत्मतया ] જેના સર્વ અર્થ (પ્રયોજન) સિદ્ધ છે એવા સ્વરૂપે હોવાથી [ ज्ञानी ] જ્ઞાની [ अन्यस्य परिग्रहेण ] અન્યના પરિગ્રહથી [ किम् विधत्ते ] શું કરે? (કાંઈ જ કરવાનું નથી.)

ભાવાર્થઃઆ જ્ઞાનમૂર્તિ આત્મા પોતે જ અનંત શક્તિનો ધારક દેવ છે અને પોતે જ ચૈતન્યરૂપી ચિંતામણિ હોવાથી વાંછિત કાર્યની સિદ્ધિ કરનારો છે; માટે જ્ઞાનીને સર્વ પ્રયોજન સિદ્ધ હોવાથી તેને અન્ય પરિગ્રહનું સેવન કરવાથી શું સાધ્ય છે? અર્થાત્ કાંઈ જ સાધ્ય નથી. આમ નિશ્ચયનયનો ઉપદેશ છે. ૧૪૪.

હવે પૂછે છે કે જ્ઞાની પરને કેમ ગ્રહતો નથી? તેનો ઉત્તર કહે છેઃ *मा अन्यान् प्राक्षीः (બીજાઓને ન પૂછ) નો પાઠાન્તરमाऽतिप्राक्षीः (અતિપ્રશ્નો ન કર)