Samaysar (Gujarati). Gatha: 207.

< Previous Page   Next Page >


Page 327 of 642
PDF/HTML Page 358 of 673

 

background image
‘પરદ્રવ્ય આ મુજ દ્રવ્ય’ એવું કોણ જ્ઞાની કહે અરે!
નિજ આત્મને નિજનો પરિગ્રહ જાણતો જે નિશ્ચયે? ૨૦૭.
ગાથાર્થઃ[ आत्मानम् तु ] પોતાના આત્માને જ [ नियतं ] નિયમથી [ आत्मनः परिग्रहं ]
પોતાનો પરિગ્રહ [ विजानन् ] જાણતો થકો [ कः नाम बुधः ] કયો જ્ઞાની [ भणेत् ] એમ કહે
કે [ इदं परद्रव्यं ] આ પરદ્રવ્ય [ मम द्रव्यम् ] મારું દ્રવ્ય [ भवति ] છે?
ટીકાઃજે જેનો સ્વભાવ છે તે તેનું ‘સ્વ’ છે અને તે તેનો (સ્વ ભાવનો) સ્વામી
છેએમ સૂક્ષ્મ તીક્ષ્ણ તત્ત્વદ્રષ્ટિના આલંબનથી જ્ઞાની (પોતાના) આત્માને જ આત્માનો
પરિગ્રહ નિયમથી જાણે છે, તેથી ‘‘આ મારું ‘સ્વ’ નથી, હું આનો સ્વામી નથી’’ એમ જાણતો
થકો પરદ્રવ્યને પરિગ્રહતો નથી (અર્થાત્
પરદ્રવ્યને પોતાનો પરિગ્રહ કરતો નથી).
ભાવાર્થઃલોકમાં એવી રીત છે કે સમજદાર ડાહ્યો માણસ પરની વસ્તુને પોતાની
જાણતો નથી, તેને ગ્રહણ કરતો નથી. તેવી જ રીતે પરમાર્થજ્ઞાની પોતાના સ્વભાવને જ પોતાનું
ધન જાણે છે, પરના ભાવને પોતાનો જાણતો નથી, તેને ગ્રહણ કરતો નથી. આ રીતે જ્ઞાની
પરનું ગ્રહણ
સેવન કરતો નથી.
‘‘માટે હું પણ પરદ્રવ્યને નહિ પરિગ્રહું’’ એમ હવે (મોક્ષાભિલાષી જીવ) કહે
છેઃ
को णाम भणिज्ज बुहो परदव्वं मम इमं हवदि दव्वं
अप्पाणमप्पणो परिगहं तु णियदं वियाणंतो ।।२०७।।
को नाम भणेद्बुधः परद्रव्यं ममेदं भवति द्रव्यम्
आत्मानमात्मनः परिग्रहं तु नियतं विजानन् ।।२०७।।
यतो हि ज्ञानी, यो हि यस्य स्वो भावः स तस्य स्वः स तस्य स्वामी इति
खरतरतत्त्वद्रष्टयवष्टम्भात्, आत्मानमात्मनः परिग्रहं तु नियमेन विजानाति, ततो न ममेदं स्वं,
नाहमस्य स्वामी इति परद्रव्यं न परिगृह्णाति
अतोऽहमपि न तत् परिगृह्णामि
૧. સ્વ = ધન; મિલકત; માલિકીની ચીજ.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિર્જરા અધિકાર
૩૨૭